ગુજરાતના પૂર્વ DGP આરબી શ્રીકુમાર આપમાં જોડાયા

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

અમદાવાદ, 14 માર્ચ: ગુજરાતના પૂર્વ પોલીસ મહાનિયામક (ડીજીપી) શ્રીકુમાર ગુરૂવારે આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. શ્રીકુમાર લાંબા સમયથી 2002 સાંપ્રદાયિક રમખાણો માટે કાનૂની લડાઇ લડી રહ્યાં છે અને તેમણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરોદ્ધ મોરચો માંડ્યો છે.

'આપ' ગુજરાત સંયોજક સુખદેવ પટેલે કહ્યું હતું કે 'આરબી શ્રીકુમાર આધિકારીક રીતે આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયા છે અને તે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અમારી રાજકીય લડાઇમાં સામેલ થઇ ગયા છે.'

આરબી શ્રીકુમારે કહ્યું હતું કે 'અન્ય ધર્મનિરપેક્ષ પક્ષોએ જનાતાને કરેલા વાયદા પુરા કર્યા નથી. તે ગુજરાતમાં વ્યાપ્ત સતરના ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કંઇ કરી રહ્યાં નથી' તેમણે કહ્યું હતું કે 'લોકો કોંગ્રેસ કોંગ્રેસ વિરૂદ્ધ મોટા પાયે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવાનો અનુરોધ કરી રહ્યાં છે પરંતુ તે નિષ્ક્રિય બનેલી છે. તેમણે કહ્યું હતું કે 'ગત અઠવાડિયે જ્યારે અરવિંદ કેજરીવાલ રાજ્યના પ્રવાસ પર આવ્યા હતા અને રાજ્યમાં ભ્રષ્ટાચારનો ખુલાસો કર્યો હતો તો મેં સૂર્યોદય જોયો.'

r-b-sreekumar

આરબી શ્રીકુમારે કહ્યું હતું કે 'હું ભ્રષ્ટાચારના અંધારામાં સૂર્યોદય જોઇ રહ્યો છું. આપમાં જોડાવવાનું આ જ કારણ છે.' તેમને પૂછવામાં આવ્યું હતું કે તે પ્રસ્તાવ મળતાં ચૂંટણી લડશે, આરબી શ્રીકુમારે આ પ્રશ્નનો જવાબ ટાળી દિધો હતો, તેમણે કહ્યું હતું કે જ્યારે અમે સેતુ પર પહોંચીશું તો અમે તેને પાર કરવા વિશે નિર્ણય કરીશું.

English summary
Former Gujarat Director General of Police R B Sreekumar, who has been long waging a legal battle for the 2002 communal riots victims and has taken on Chief Minister Narendra Modi in the process, joined Aam Aadmi Party Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X