For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીકરાની મૌત પછી વિઠ્ઠલ રાદડિયાએ વહુના લગ્ન કરાવ્યા હતા

ગુજરાત સરકારમાં નેતા વિઠ્ઠલ રાદડિયાનું 29 જુલાઈના રોજ અવસાન થયું હતું. તે 61 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા

|
Google Oneindia Gujarati News

ગુજરાત સરકારમાં નેતા વિઠ્ઠલ રાદડિયાનું 29 જુલાઈના રોજ અવસાન થયું હતું. તે 61 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધન બાદ રાજ્યભરમાં તેમના સમર્થકોમાં શોક છે. તેમના અંતિમ સંસ્કારમાં ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન રાદડિયાના ચાહનાર લોકોએ તેમને કરેલા કામને યાદ કરીને રડવાનું શરૂ કર્યું હતું. વિઠ્ઠલ રાદડિયા એવા નેતા છે, જેના કામ લોકો ભૂલી શકશે નહીં. આવું જ એક કામ છે તેમના દીકરાની વિધવા પત્નીના બીજા લગ્ન કરાવવાનું.

દીકરાની મૌત થઇ તો વહુના બીજા લગ્ન કરાવ્યા

દીકરાની મૌત થઇ તો વહુના બીજા લગ્ન કરાવ્યા

પુત્ર કલ્પેશના અચાનક અવસાન પછી વિઠ્ઠલ રાદડિયાએ તેની પુત્રવધૂના લગ્ન કરાવ્યા અને તેની સાથે સાથે કન્યાદાનમાં 100 કરોડ રૂપિયાની સંપત્તિ પણ આપી. આ વાત ત્યારની છે જ્યારે વિઠ્ઠલ રાદડિયા 13 મી લોકસભામાં સાંસદ હતા. કલ્પેશ પછી પુત્રવધૂ મનીષા ઘરમાં એકલી પડી ગઈ હતી. વહુને દીકરી સમજનાર વિઠ્ઠલ ભાઈ તેના દર્દને સમજી ચુક્યા હતા. પહેલા તેમને મનીષાને વેપારના કામકાજમાં લગાવી.

વહુને કન્યાદાનમાં 100 કરોડની સંપત્તિ આપી

વહુને કન્યાદાનમાં 100 કરોડની સંપત્તિ આપી

ત્યારપછી તેમને પોતાના મોટા દીકરાના કર્મચારી હાર્દિક સાથે તેમની વહુના ધામધૂમથી લગ્ન કરાવ્યા. એટલું જ નહીં પરંતુ કન્યાદાન સમયે 100 કરોડ રૂપિયાની સંપત્તિ આપીને આખા સમુદાયને નવી રાહ બતાવી. વહુ મનીષાના લગ્ન કરાવવા બાબતે ઘણા લોકો તેમની વિરુદ્ધ હતા, પરંતુ તેમની પત્ની ચેતનાબેને તેમને પૂરું સમર્થન આપ્યું હતું.

પિતા જેમ મનીષાએ સમ્માન આપ્યું

પિતા જેમ મનીષાએ સમ્માન આપ્યું

જયારે હાર્દિકે પણ કલ્પેશ અને મનીષાના સંતાનો રાહી અને જીયાને દિલથી અપનાવ્યા. કહેવામાં આવે છે કે મનીષા આજે પણ વિઠ્ઠલ ભાઈને પિતા કરતા પણ વધારે સમ્માન આપે છે. એટલું જ નહીં પરંતુ હાર્દિક અને મનીષા આજે પણ રાદડિયા પરિવાર સાથે જોડાયેલા છે.

English summary
Former Gujarat Minister Vitthalbhai Radadiya's Inspiring story
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X