સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલાન્યાસની જુઓ તસવીરી ઝલક
કેવડીયા કોલોની, 31 ઓક્ટોબર: દેશી રડવાડાઓને જોડનાર શીલ્પી અને લોખંડી પુરુષ એવા સરદાર પટેલની આજે 138મી જન્મજયંતિ છે. આ અવસરે સરદાર ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તથા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની હાજરીમાં સરદાર સરોવર ડેમ ખાતે સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ કાર્યનું શિલાન્યાસ કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્તાર અબ્બાસ નકવી, સ્મૃતિ ઇરાણી, આનંદીબેન પટેલ જેવા દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.
આ પ્રસંગે લાલકૃષ્ણ અડવાણીએ સરદાર પટેલના મહાન કાર્યોને યાદ કર્યા અને લોકોને તેમના અંગે વધુ વાંચન કરવા વિનંતી કરી હતી, જેથી કરીને લોકોમાં તેમની મહાનતા સમજાય. અડવાણીએ આ પ્રસંગમાં મોદીને વડાપ્રધાન ઉમેદવારી પદ માટે પણ આનંદ વ્યક્ત કર્યો અને તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવી. મોદી દ્વારા સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનાવવાના સંકલ્પને પણ તેમણે બિરદાવ્યો હતો.
નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં કેન્દ્ર સરકાર પર આરોપો લગાવ્યા કે તેઓ સરદાર ડેમના કાર્યોમાં અડચણો ઊભી કરી રહી છે. આ સાથે મોદીએ દેશ અને દેશની દરેક પાર્ટીઓને સરદાર પટેલના સેક્યુલરિઝમ પર ચાલવા જણાવ્યું નહીં કે વોટબેંકના સેક્યુલરિઝમ પર.
નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં શું કહ્યું જાણો શિલાન્યાસની તસવીરો સાથે સ્લાઇડર...

ગરુડેશ્વર અલગ તાલુકો
મિત્રો ઘણા વર્ષોથી આ ઐતિહાસિક કાર્ય માટે સપનું સેવ્યુ હતું અને ઘણા લોકોએ આના માટે પોતાનું યોગદાન આપ્યું છે. અને આજે આ કાર્યનું પહેલું પગથીયું ચણાઇ રહ્યું છે. તેના માટે દરેકનો આભાર છે. આ બધા માટે ઘણા નિર્ણયો લેવાયા છે. સરકારને એવું લાગ્યું છે કે ગરુડેશ્વરને અલગ તાલુકો બનાવવાનો વિચાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આપણે આવનારા દિવસોમાં કામ કરવા માટે આગળ વધવાના છીએ. એ જ પ્રકારના કેટલાક સૂચનો આવ્યા હતા કે ઉપરવાસમાં આદિવાસીઓને પાણી મળે, તેમનો અધિકાર છે પાણી તેમને મળશે. નર્મદાનો ડાબો કાંઠો જેમને પણ સિંચાઇનું પાણી મળે તેના માટેનું કામકાજ ચાલી રહ્યું છે. આ સરદાર સરોવરના કારણે લાખો ખેડૂતોને પાણી મળી રહ્યું છે.

સરદાર સરોવર ડેમ સરદારનું જ સપનું
મિત્રો કોઇ પરબ ખોલે તો તેને લોકો ઘણી દુઆઓ આપતા હતા. આજે પણ ગુજરાત સરકારનો સર્વાધિક બજેટ કોઇ કામ માટે આપવો પડે છે તો તે પાણીમાં છે. સરદાર સરોવરનું શિલાન્યાસ નહેરુજીએ કર્યું હતું. ત્યારબાદ ઘણી સરકારો આવી. આ બધી સરકારોએ સરદાર સરોવર ડેમ માટે જેટલું ખર્ચ કર્યો એનાથી ડબલ ખર્ચ આ સરકારે માત્ર દસ વર્ષમાં કર્યો છે. આ સરદારનું જ સપનું છે અને તેને આપણે પુરું કરવાનું છે.

નર્મદાનું પાણી મળતા રાજસ્થાનના કોંગ્રેસીઓ પણ ખુશ
રાજસ્થાનમાં કોઇપણ સરકાર હોય, કોંગ્રેસનો કાર્યકરતા હોય કે ભાજપનો તે મળે તો એમ કહે છે કે અરે મોદીજી આપે સારુ કર્યું કે પાણી આપી દીધું. ગુલામીની છાયા માથી હજી પણ આપણે બહાર નથી આવતા, તેમાંથી બહાર આવવા માટે આપણે ગર્વની સાથે દુનિયાની સાથે ઊભા રહી શકીએ. આજથી 15 વર્ષ પહેલા બજેટ રજૂ કરતી વખતે સાંજે પાંચ વાગ્યે સંસદમાં મૂકાતુ હતું. કારણ કે અંગ્રેજોના ત્યાં 11 વાગ્યા હોય ત્યારે આપણે ત્યાં 5 વાગ્યા હોય એટલા માટે સાંજે પાંચ વાગ્યે આપણા ત્યાં બજેટ મૂકવા માં આવતું. પરંતુ વાજપેઇજીએ આવ્યા બાદ અંગ્રેજોની પરંપરાને બદલી નાખી.

વાજપેઇએ દેશની દુનિયામાં છબિ બનાવી
વિદેશમાં એવું હતું કે હિન્દુસ્તાની છે ઠીક છે બાજુમાં થઇ જાવ, જ્યારે વાજપેઇજીએ પરમાણુ પરિક્ષણ કર્યું ત્યારબાદ હિન્દુસ્તાનને વિશ્વમાં સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. પહેલા ચાઇનાને કોણ ઓળખતુ હતું તેણે સાંઘાઇ ઊભુ કરી દીધું. અમેરિકાએ ચંદ્ર પર જઇને દુનિયાને પોતાની તાકાત બતાવી દીધી. મિત્રો સવાસો કરોડનો દેશ વિશ્વની સામે ઊભો રહેવો જોઇએ. આજે ભાઇઓ બહેનો આ સરદાર પટેલનું સ્મારક, સરોવર ડેમ બન્યો તેઓ ગુજરાતના હતા એ સિમિત કારણ નથી, આ ભવ્ય ઇમારત વિશ્વને ભારતની તરફ આંખ માંડવા મજબૂર કરશે. જો ઇતિહાસ તરફ જોઇએ તો ચાણક્ય બાદ દેશને એક કરવાનું કામ કોઇ મહાપુરુષે કર્યું છે તો તે છે સરદાર પટેલ.

દેશને સરદાર સાહેબનું સેક્યુલરિઝમ જોઇએ
મિત્રો આપણે રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ભગતસિંહ, રાજગુરુનું આપણે સન્માન કરીશું કે નહીં? જે માત્ર ભાજપ સાથે જોડાયેલ હશે તેનું સન્માન કરીશું? જે દેશ માટે મરીમીટ્યો છે તેનું અમે સન્માન કરીશું. દળથી મોટો દેશ હોય છે મિત્રો. મિત્રો સમયની માંગ છે કે આપણે રાજનૈતિક છૂઆછૂતને બંધ કરીએ. વડાપ્રધાને એક વાત ખૂબ જ સારી કરી સરદાર સાબ સાચા સેક્યુલર હતા. હું તેમની વાતનું સન્માન કરું છું. દેશને સરદાર સાહેબનું સેક્યુલરિઝમ જોઇએ, વોટબેંકવાળું સેક્યુલરિઝમ ના જોઇએ. સરદાર સાહેબને સોમનાથ મંદિર બનાવતા તેમનું સેક્યુલરિઝમ આડે ન્હોતું આવ્યું. દેશને સરદાર સાહેબનું સેક્યુલરિઝમ જોઇએ તો આ દેશ ક્યારેય વહેચાશે નહીં. વડાપ્રદાનનું અભિનંદન કરું છું અને આગ્રહ કરું છું કે આપણે સાથે મળીને સરદાર સાહેબના સેક્યુલરિઝમને આગળ વધારે.

દેશમાં અમે એકતાનું મંત્ર પહોંચાડવા માંગીએ છીએ
અમારા દેશમાં આંબેડકરના ઘણા સ્મારકો છે. દલિત પીડિતો, શોશિત અને વંચિતો માટે ભગવાનરૂપ છે. મિત્રો એમનું જીવન આપણને પ્રેરણા આપે છે. માટે આપણે આપણી વિરાસતને વહેંચવા નહીં દઇએ. આપણા સૌનું દિલ દેશ માટે હોવું જોઇએ દેશના મહાપુરુષ માટે હોવું જોઇએ. દેશમાં અમે એકતાનું મંત્ર પહોંચાડવા માંગીએ છીએ. માના દૂધમાં ક્યારે દરાર ના હોઇ શકે મિત્રો. જાતિવાદ, ભાષાવાદના ઝઘડા ના હોવા જોઇએ. ભારતમાતાના સન્માન ખાતર આપણે એક થવાની જરૂર છે.

સરદારની પ્રતિમા બનાવતા લોકોને તકલિફ કેમ થાય છે?
ઘણા લોકોએ આજે સરદાર સાહેબનો અવાજ સાંભળ્યો હતો. તેમના રોમટા ઉભા થઇ ગયા હશે. અમે સૌથી પહેલા મહાત્મા મંદિર બનાવ્યું અને તેનું આજે પણ કામ ચાલી રહ્યું છે. ત્યારે તો કોઇએ એમ ના કહ્યું કે ગાંધીજી તો ભાજપમાં ન્હોતા તમે કેમ તેમનું મંદિર બનાવો છો. હવે જ્યારે અમે સરદાર સાહેબની પ્રતિમા બનાવી રહ્યા છીએ ત્યારે તેમને મજબૂરીમાં તેમની જાહેરાતો આપવી પડી રહી છે. મિત્રો આપણે મહાપુરુષોને ભૂલાવી કેવી રીતે શકીએ.

ગંદા લોકોના ગંદા વિચારો જ હોઇ શકે
આ મૂર્તિ કેવી બનશે એના માટે અમે દુનિયાભરના એક્સપર્ટને લગાવાના છીએ, તેમાં કઇ ધાતુઓ ઊમેરાશે તે એક્સપર્ટ નક્કી કરશે. આ મૂર્તિ માટે અમે દરેક ગામ પાસેથી ખેતીકામના નકામા ઓઝાર માંગ્યા છે. સરદાર પટેલ ખેડૂત હતા તેમણે લોકોને જોડવાનું કામ કર્યું હતું. માટે અમે લોકોને જોડીને આ માંગણી કરી છે. લોકો આના માટે કેવા ગંદા ગંદા શબ્દો વાપરે છે, ગંદા લોકોના ગંદા વિચારો જ હોઇ શકે મિત્રો.

દરેક ગામનો ઇતિહાસ ડિજીટલ સ્વરૂપે મૂકાશે
મિત્રો આના માટે લોખંડની ધાતુ આપનાર ગામની નાની તસવીર લેવાશે અને સરપંચની તસવીર સાથે ગામના નાનકડા ઇતિહાસને અત્રેના મ્યૂઝિયમમાં ડિઝિટલરૂપે મૂકવામાં આવશે. અમે હિન્દુસ્તાનના આદિવાસી કલ્યાણના રિસર્ચનું કામ પણ અહીંથી થશે. આવનાર દિવસોમાં કેવી ટેકનોલોજી અને વિજ્ઞાનની જરૂર છે તેવું એક રિસર્ચ સેન્ટર પણ અમે આની સાથે જોડવા માંગીએ છીએ.

કચ્છના મિત્રોએ મને ચાંદીથી તોલ્યો
કચ્છના મિત્રોએ મને ચાંદીથી તોલ્યો અને સરદારની પ્રતિમાના કાર્ય માટે અર્પીત કરી, કહ્યું કે જો સરદાર સાહેબે આ સપનું ના જોયું હોત તો અમને પાણી ના મળ્યું હોત. અમે સરદાર સાહેબના કરજદાર છીએ. માટે આ ચાંદી તેમની પ્રતિમા માટે વાપરો. મોદીએ જણાવ્યું કે હું મુંબઇ ગયો ત્યાં પણ હિરાના વેપારીઓએ મને ચાંદી આ કાર્ય માટે આપી. મિત્રો મારે આ કામ માટે લોકભાગીદારી જોઇએ છે.

કેટલાંક લોકોએ મોદીને સમાપ્ત કરવાની સોપારી ઊઠાવી છે
કેટલાંક લોકોએ મોદીને સમાપ્ત કરવાની સોપારી ઊઠાવી છે. આ લોકો ખબર નથી કેવી કેવી ગંધ ફેલાવતા રહે છે. હાલમાં બંધા જ લોકો મને સાંભળી રહ્યા છે વડાપ્રધાનની ટીમ પણ મને સાંભળી રહી છે. સરોવરના ડેમમાં દરવાજા લગાવવાની વાત ઘણા વખતથી ઉભી છે. જેટલી વખત મળે છે કે એટલી વખત તેઓ આ કામને ટાળતા આવ્યા છે. અમે કહ્યું અમને દરવાજા તો લગાવવા તો દો બંધ કરવાની પરવાનગી પછી વિચારશું. ગુજરાત, મધ્યપ્રદેશમાં ભાજપ અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે. ત્રણેય સરકારોએ પૂનર્વસનનું કામ પૂરુ કરી દીધું છે. છંતા દરવાજાઓ માટે પરમિશન નથી મળી રહી, અરે હું અહીંથી વડાપ્રધાનને કહેવા માંગીશ કે તમે અહીં દરવાજા બનાવવાની પરવાનગી આપો હું અહીં મોટી તખ્તી મૂકાવીશ કે આ મહાન કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. આવા પૂન્યના કામમાં કોઇ રાજનીતિ ના થવી જોઇએ મિત્રો.

આશા રાખુ કે ગુજરાતના લોકોનો અવાજ PMને સંભળાય
હું આશા રાખું છું કે ગુજરાતના પશુઓ, ખેડૂતો અને લોકોની અવાજ દેશના વડાપ્રધાન સુધી પહોંચશે. દળથી મોટો દેશ હોય છે એ વાત તેમના કાને પડશે. હું તેમને કહું છું કે તમે આવીને અહીં રિબીન કાપો, તમે કહેશો તો હું નહીં આવું, પણ આ કામ તમે આટલું પૂરુ કરવા દો.

નરેન્દ્ર મોદીનો એકતા સંદેશ...
મિત્રો એકતાના પ્રતિક સરદાર પટેલની આજે આપણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવા જઇ રહ્યા છીએ ત્યારે તેના માટે એકતાનો સંદેશ છે-
ભાષા અનેક ભાવ એક
રાજ્ય અનેક રાષ્ટ્ર એક
પંથ અનેક લક્ષ્ય એક
રંગ અનેક તિરંગા એક
સમાજ અનેક ભારત એક
રિવાજ અનેક સંસ્કાર એક
યોજના અનેક મકશદ એક
કાર્ય અનેક સંકલ્પ એક
રાહ અનેક મંજિલ એક
પહેનાવો અનેક પ્રતિભા એક
ચહેરા અનેક મુસ્કાન એક

15 ડિસેમ્બરના રોજ સરદાર સાહેબની પુણ્યતિથિ
ભાઇઓ અને બહેનો ભારતીય સંદેશ છે કે વિવિધતામાં એકતા. સરદાર સાહેબનું સ્મારક એકતાનું તીર્થધામ બની રહેશે. 15 ડિસેમ્બરના રોજ સરદાર સાહેબની પુણ્યતિથિ રન ફોર યુનિટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે યુવાનો એકતા માટે દોડે. સરદાર સાહેબની યુનિટિના સપનાને સાકાર કરવાના સંકલ્પ સાથે આદરણીય અડવાણીજીને નમન કરું છું. જય હિન્દ...
Foundation stone of ‘Statue of Unity’
Foundation stone of ‘Statue of Unity'
Glimpses of World's Tallest statue "Statue of Unity"
Glimpses of World's Tallest statue "Statue of Unity"
Narendra Modi at the inauguration of National Museum dedicated to Sardar Vallabh Bhai Patel
Narendra Modi at the inauguration of National Museum dedicated to Sardar Vallabh Bhai Patel