ભાવનગર પાસે ડમ્પર સાથે કાર અથડાતા ચાર લોકોના મોત

ગુજરાતના ભાવનગર જિલ્લામાં સ્ટેટ હાઈવે પર ડમ્પર ટ્રક સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ગુજરાતના ભાવનગર જિલ્લામાં સ્ટેટ હાઈવે પર ડમ્પર ટ્રક સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માત અંગેની તપાસ શરૂ કરી હતી.

accident

રવિવારના રોજ સર્જાયેલા આ અકસ્માત અંગે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માત જિલ્લાના વલ્લભીપુર શહેર નજીક હાઇવે પર શનિવારની રાત્રે લગભગ 11 કલાકે થયો હતો.

તેમણે જણાવ્યું હતું કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા પરિવારના ચાર સભ્યો સુરતથી અમરેલી જિલ્લાના તેમના વતન ગામ ઝારકિયા જઈ રહ્યા હતા, ત્યારે તેમની કાર રસ્તાની બાજુમાં આવેલા ડમ્પરમાં અથડાઈ હતી.

આ અકસ્માતમાં એક દંપતિ અને તેમના 15 વર્ષના પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના 18 વર્ષના ભત્રીજાને ભાવનગરની હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. પોલીસે અકસ્માત અંગે મૃતકના પરિજનોને જાણ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X