For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેનેડામાં વિઝા નોકરીની લાલચમાં 21 લોકો રૂપિયા 1.20 કરોડ ગુમાવ્યા

ધોડાસરમાં રહેતા જયેન્દ્ર વાઘેલા અને 21 લાકો નરોડામાં રહેતા એક વીઝા એજન્ટે આબાદ છેતરપીંડી કરીને રૂપિયા 1.20 કરોડની રકમ ચાઉ કરી લીધી હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

વિદેશમાં કાયમી વીઝા મળે, નોકરી મળે અને પરિવારને રહેવા માટે મકાન મળશે એવી ઓફર મળે તો દરેકનું સ્વપ્ન હોય છે કે તે વિદેશમાં જાય. પણ, માણસ ભાંગી પ઼ડે જ્યારે કોઇ વીઝા એજન્ટ મહેનતના પૈસા પડાવી લે. ધોડાસરમાં રહેતા જયેન્દ્ર વાઘેલા અને 21 લાકો નરોડામાં રહેતા એક વીઝા એજન્ટે આબાદ છેતરપીંડી કરીને રૂપિયા 1.20 કરોડની રકમ ચાઉ કરી લીધી હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

જેમાં જયેન્દ્ર વાઘેલાએ ફરિયાદ નોંધાવી છે કે નરોડા સત્યનારાયણ સોસાયટીમાં રહેતા પુરવ ભટ્ટ, તેના પિતા રાજેશભાઇ અને પત્ની ઉન્નતિ ભટ્ટે અને કેવલ ભટ્ટે ત્રણ વર્ષ પહેલા ઓફર કરી હતી કે તેઓ કેનેડામાં વીઝા ઇમીગ્રેશનનું કામ કરે છે અને તે જયેન્દ્ર વાઘેલા અને તેના પરિવારને કેનેડામાં કાયમી વીઝા, નોકરી અને રહેવાની વ્યવસ્થા કરી આપશે અને આ માટે વ્યક્તિ દીઠ તે રૂપિયા આઠ લેશે.

સારી નોકરીની આશા

સારી નોકરીની આશા

જો કે જયેન્દ્રએ સારી નોકરીની આશાએ નક્કી કર્યુ હતુ કે તેઓ કેનેડા જશે. આ માટે તેમણે તબક્કા વાર 28મી જાન્યુઆરી 2016 સુધીમાં અંદાજે 21 લાખ રૂપિયા આપી દીધા હતા. જો કે 5મી મે 2016ના રોજ તેમને મેડીકલ ચેકઅપ માટે બોલાવીને કહ્યું હતું હવે ત્રણ માસમાં વીઝા આવી જશે. પણ. ત્રણ માસ પણ વીઝાના કાગળો ન મળતા જયેન્દ્ર અને અન્ય લોકોએ તપાસ કરી હતી. ત્યારે પુરવ ભટ્ટે કહ્યુ હતુ કે કેનેડામાં વીઝાની કામગીરી કરતા એજન્ટો પોલીસના હાથે ઝ઼ડપાઇ ગયા હોવાથી વીઝા આવતા થોડા મહિના રાહ જોવી પડશે.

આબાદ છેતરપીંડી

આબાદ છેતરપીંડી

જો કે આ રીતે વર્ષ 2017 સુધીનો સમય પસાર કરી દીધો હતો અને જયેન્દ્ર વાઘેલાએ તેમના નાણા પરત માંગ્યા હતા. ત્યારે પુરવ ભટ્ટે કહ્યું હતું કે તમે 20મી ફેબ્રુઆરીએ સીટીએમ પુનિતનગર આવીને વીઝાના કાગળો લઇ જશો. જો કે ત્યારબાદ પુરવનો ફોન સ્વીચઓફ આવતો હતો અને તપાસ કરતા ખબર પડી હતી કે પુરવ તેના પિતા સહિતના આરોપીઓએ આબાદ છેતરપીંડી કરી હતી.

1.20 કરોડની છેતરપીંડી

1.20 કરોડની છેતરપીંડી

આ અંગે અંદાજે 22 લોકો સાથે છેતરપીડી થઇ હતી અને આરોપીઓએ અંદાજે રૂપિયા 1.20કરોડની છેતરપીંડી કરી હતી. આ અંગે નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે અને પોલીસ માની રહી છે કે છેતરપીંડીનો આંક ત્રણ કરોડથી વધી શકે તેમ છે.

English summary
Fraud: 21 people lost 1.20 crore rupees for canada visa and job
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X