ગાંધીનગરને ‘વાયબ્રન્ટ નગર’ બનાવવા રૂા. ર૧૮.૭૦ કરોડની જોગવાઇ

વિધાનસભા ગૃહમાં પાટનગર યોજના વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં મંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, સાબરમતી નદીના કિનારે પાંચ શક્તિઓના થીમ આધારીત ‘પંચામૃત ભવન' અને સ્વર્ણિમ પાર્કનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ માટે રૂા. ૧૦૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગાંધીનગર કોબા એકસપ્રેસ વે માટે રૂા. ૭પ કરોડ અને ગિફટ સિટીને જોડતા સાબરમતી નદી પરના નવા પુલના નિર્માણ માટે રૂા. ૯૦.૮ર કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં ઝૂંપડાવાસીઓ પુનઃસ્થાપના માટે આધુનિક સુવિધાઓ સાથે ‘વિવેકાનંદ નગર'નું નિર્માણ કરાશે. ૮૦૦ યુનિટ માટે આ અંદાજપત્રમાં રૂા. ર૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરની ગટરનું પાણી શુદ્ધ કરીને નગરના બગીચાઓ તથા સ્વર્ણિમ પાર્કને આપવાનું આયોજન છે. પર્યાવરણને સંતુલિત કરવાની આ યોજના માટે રૂા. ૧૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ ઉપરાંત મહાત્મા મંદિરમાં બીજા તબક્કામાં સોલ્ટ માઉન્ટ, ગાંધી ગાર્ડન અને પાર્કીંગ વગેરેના નિર્માણ માટે રૂા. રપ૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગાંધીનગર-હાંસોલ માર્ગ પર આવેલા હાંસોલ બ્રીજને છ માર્ગીય કરવા માટે રૂા. પ૧.૭પ કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં રાજ્યકક્ષાની બંધારણીય કચેરીઓ માટે બહુમાળી ભવન અને ગાંધીનગરમાં જિલ્લા કક્ષાની કચેરીઓ માટે બહુમાળી ભવન બાંધવાનું કામ પણ પ્રગતિ હેઠળ છે.
ગાંધીનગરની હાલની પાણી પુરવઠાની પદ્ધતિને વધુ સંગીન બનાવવા રૂા. રર.૭૧ કરોડના ખર્ચે કામ હાથ ધરવામાં આવ્યું છે. જયારે સ્ટોર્મ વોટર ડ્રેનેજનું પ્રથમ તબક્કાનું કામ અને સચિવાલય કેમ્પસના વિકાસનું પ્રથમ તબક્કાનું કામ પણ પૂર્ણ થયું છે. રાજ્ય સરકારના નિર્માણના કામોમાં ગુણવત્તા નિયમન માટે રાજ્ય સરકારે વિશેષ પગલાં લીધાં છે. તેનો ઉલ્લેખ કરતાં આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, મુખ્ય યોજનાઓમાં તજજ્ઞો દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન તથા ગુણવત્તા નિયમન માટે અદ્યતન સાધનોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. વિવિધ કોન્ટ્રકટમાં ૩ વર્ષ સુધીની નિભાવણીથી જોગવાઇ કરવામાં આવી છે. ગુણવત્તા નિયમન માટે નવા ૬ વિભાગો કાર્યરત કરવામાં આવ્યા છે.
પાટનગર યોજના વિભાગમાં વર્ષ ર૦૧ર૧૩માં કુલ ૧૦૯ જેટલા મદદનીશ ઇજનેર (સિવીલ)ની ભરતી કરવામાં આવી છે. નાયબ કાર્યપાલક ઇજનેર (સિવીલ) વર્ગરની પ૧ જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર (સિવીલ) વર્ગ૧ની ર૯ જગ્યાઓ ભરવા માટેનું માંગણીપત્ર જાહેર સેવા આયોગને મોકલી આપવામાં આવ્યું છે, એમ આનંદીબેન પટેલે જણાવ્યું હતું.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત












Click it and Unblock the Notifications
