No Entry: ગડકરી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે નહી !

થોડાં દિવસો પહેલાં ગુજરાત ભાજપે ગડકરીને નંબર વન પ્રચારક તરીકે પસંદ કર્યા હતા. ચૂંટણી કમિશને 39 સ્ટાર પ્રચારકોની જે યાદી સોપી હતી તેમાં ગડકરીને પ્રથમ સ્થાને રાખવામાં આવ્યાં હતા.અ આ યાદીમાં બિહારના નેતોઓનો સમાવેશ ન કરવામાં આવતાં વિવાદ થયો હતો. ગડકરીએ વિવાદોમાં ફસાતાં ગુજરાત ભાજપને લાગે છે કે ભષ્ટ્રાચાર મુક્તની છાપ ધરાવતા નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કોંગ્રેસને મોરચો ખોલવાની તક મળી જશે.
શુક્રવારે સંઘે ગડકરીએ મુદ્દે રાજીનામાની માંગણી કરી છે. કહેવામાં આવે છે કે પાર્ટી હાઇકમાન્ડ આગામી દિવસોમાં નિર્ણય લેશે. દિલ્હીમાં ચાલી રહેલા ઘટનાક્રમ પર ગુજરાતના નેતાઓની નજર છે. ગુજરાત ભાજપના એક નેતાના જણાવ્યા અનુસાર 'રાષ્ટ્રીય પાર્ટી અધ્યક્ષ હોવાના કારણે અને તેમને અમારા નંબર વન પ્રચાર તરીકે પસંદ કર્યા હતા નહીંતર દરેક જણ જાણે છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સૌથી મોટા સ્ટાર છે.
ઉલ્લેખનીય છે કે મોદી અને ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીના સંબંધોમાં સામાન્ય હતા. સંજય જોશીના મુદ્દે તેમના સંબંધોમાં ખટાસ પેદા થઇ હતી. સંજય જોશીને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય પ્રચારક બનાવવામાં આવતા મોદીએ બેઠકને બાયકોટ કરી હતી. ત્યારબાદ ગડકરીએ સંજય જોશીને પાર્ટીના બધા હોદ્દા પરથી હટાવી દિધા હતા. ત્યારે નરેન્દ્ર મોદીએ બેઠકમાં ભાગ લીધો હતો અને ગડકરી અને તેમના સંબંધો સામાન્ય બન્યા હતા.












Click it and Unblock the Notifications
