Gambhira bridge collapse : ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્રની ઉંઘ ઉડી, 5 બ્રિજ ભારે વાહન માટે બંધ કરાયા
Gambhira bridge collapse : મહીસાગર નદી પર આવેલો ચાર દાયકાનો જૂનો ગંભીરા બ્રિજ ધરાશાયી થયા બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. દુર્ઘટનામાં 20 નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડ્યો અને એક વ્યક્તિ હજુ પણ લાપતા છે.
આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર હવે સક્રિય બન્યું છે અને સુરક્ષા પગલાં હેઠળ નેશનલ હાઈવે પર આવેલા જૂના અને જોખમભર્યા બ્રિજોને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે પર આવેલા પાંચ બ્રિજ પર હવે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લાના તંત્ર દ્વારા સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેતાં નીચેના બ્રિજોને મોટા વાહન માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
- વલસાડ-લીલાપોર બ્રિજ
- દેગામ ખાડી બ્રિજ (વાપી નજીક)
- કોકલ નદી બ્રિજ
- કરંજવેરી બ્રિજ (ધરમપુર પાસે)
- તાન નદી બ્રિજ
તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ બ્રિજોને બંધ કર્યા બાદ વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો ઉપલબ્ધ કરાવવામાં આવશે. વાહન વ્યવહાર યથાવત રહે અને ટ્રાફિકમાં વિલંબ ન થાય તે માટે યોગ્ય આયોજન હાથ ધરાયું છે.
ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે રાજ્યના તમામ જૂના બ્રિજની તાકાત અને હાલતની તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. જરૂરી હોવાથી મરામત કે નવા બ્રિજના નિર્માણનું આયોજન પણ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
