For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્મૃતિ ઇરાનીએ કોગ્રેસે સચિન પાયલોટજીને સાચવી નહી શક્યાનો કર્યો આક્ષેપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ઠંડીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ગાંધી પરિવારને આડે હાથ લેતા કહ્યુ હતુ કે, ગાંધી પરિવારે ગુજરાતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને એટલા માટે ગાંધી પ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ઠંડીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ગાંધી પરિવારને આડે હાથ લેતા કહ્યુ હતુ કે, ગાંધી પરિવારે ગુજરાતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને એટલા માટે ગાંધી પરિવારમાંથી કોઇ ગુજરાતમાં તેમના વોટર્સ અને કાર્યકર્તાઓના ઉત્સાહ વધારવા આવતું નથી. ગુજરાતમાં હવે કોંગ્રેસ નેસ્ત નાબૂદ થઇ ગઇ છે અને એટલે જ રાજનીતિ, રાષ્ટ્રનીતિ અને કાનુન વચ્ચે જેમને અંતર ખબર નથી તેમના વિશે ટીપ્પણી કરવી નિરર્થક છે.

ELECTION
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાયેલ પ્રથમ ચરણના મતદાનમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જનતા જનાર્દને તેમના આશિર્વાદ આપ્યાં છે અને બીજા ચરણમાં પણ જ્યાં મતદાન યોજાવાનું છે ત્યાં પણ ૧૦૦ ટકા મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને આશિર્વાદ આપી રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર રચવા માટે યોગદાન આપે.

ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રમાં કે. જી. થી પી. જી. સુધી બાળાઓને મફતમાં શિક્ષણ આપવાની તેમજ ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી બાળાઓને સાયકલ અને ઇ. ડબલ્યુ. એસ. કેટેગરી આવતી અને કોલેજમાં અભ્યાસ કરતી મહિલાઓને ઇ-સ્કુટર આપવા ઉપરાંત સીનીયર સિનીઝન મહિલાઓને બસમાં મુસાફરી ફ્રી કરવા જઇ રહી છે. ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હેઠળ ગરીબ માં ગરીબ માનવીને રૂ. પ લાખની સહાય આપે છે તે વધારીને રૂ. ૧૦ લાખ સુધીની સારવાર મફતમાં મેળવી શકે તે માટે જોગવાઇ કરી છે.

ભારતીય જનતા પાર્ટીના આ સંકલ્પો અને ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા અત્યાર સુધી કરેલ જનહિતકારી કામગીરીને નિહાળી છે ત્યારે ગુજરાતની જનતા પણ ઇચ્છી રહી છે કે આ વખતની ચૂંટણીમાં પણ ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને.

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે, ભારતના વૈભવને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે જનતા જનાર્દન દરેકને એક મોકો આપે છે. ભારતના આ સંસ્કાર,સંકલ્પ કોંગ્રેસને આડખીલી રૂપ છે અને હંમેશા કોંગ્રેસ ભારત અને ભારતની અસ્મિતા વિરૂધ્ધ રહી છે. જે લોકો સચિન પાયલોટજીને સાચવી શકતા નથી તેઓને ગુજરાતની ચિંતા કરવાની જરૂર નથી. અમને ખબર છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઇ રહી છે અને તેમ છતાં મતદાન કરવું એ દરેક નાગરિકોનો હક અને અધિકાર છે અને એટલાં માટેજ અમે ગુજરાતની જનતાને તેમના હક અને અધિકારનો ઉપયોગ અને જવાબદારીઓનું નિર્વહન કરી મતદાન કરવા અપીલ કરીએ છીએ.

English summary
Gandhi family boycotts Gujarat elections Smriti Irani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X