Gandhi Jayanti 2025 : પોરબંદર કિર્તી મંદિર ખાસે મહાત્મા ગાંધીની જન્મજયંતીની ઉજવણી કરાઈ

Gandhi Jayanti 2025 : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તેમના જન્મસ્થળ પોરબંદર સ્થિત કીર્તિ મંદિર ખાતે એક ભવ્ય સર્વ ધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી પૂજ્ય બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને પ્રાર્થનાસભામાં સહભાગી થયા હતા.

Gandhi Jayanti 2025

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ગાંધીજીને યાદ કરતા જણાવ્યું હતું કે, ગાંધીજીએ ખાદી અને સ્વદેશીના માધ્યમથી આઝાદીની લડતનો પાયો નાખ્યો હતો.પોરબંદરની આ પવિત્ર ભૂમિ પરથી જન્મેલા મોહનદાસ ગાંધી આજે સમગ્ર વિશ્વમાં અહિંસાના પૂજારી અને વિશ્વમાનવ તરીકે પૂજાય છે.

આધુનિકતાના યુગમાં બાપુના સંદેશને પહોંચાડવા માટે મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે QR કોડ આધારિત માહિતી સુવિધાનું અનાવરણ કર્યું હતું. આ QR કોડની મદદથી પ્રવાસીઓને બાપુના જન્મસ્થળ અને સ્મારકના મહત્વના ભાગોની માહિતી હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ઓડિયો તેમજ લેખિત સ્વરૂપે આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ઉપસ્થિત સૌને હૃદયમાં પ્રેમ, જીવનમાં અહિંસા, સમાજમાં સમરસતા અને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે કર્તવ્યરત રહેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીએ ખાદી ગ્રામોદ્યોગમાંથી ખાદીની ખરીદી કરી બાપુના સ્વદેશીના વિચાર અપનાવ્યો. આ ઉપરાંત તેમણે પ્રથમ વખત કસ્તૂરબા ધામની મુલાકાત પણ લીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X