ગાંધીનગર જિલ્લા-શહેરની કોંગ્રેસની કારોબારી બેઠકમાં સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર
ગાંધીનગર જિલ્લા-શહેરની કોંગ્રેસની કારોબારી બેઠકમાં સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર
ગાંધીનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ તથા ગાંધીનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિની સંયુક્ત વિસ્તૃત કારોબારીની બેઠક શુક્રવારના રોજ બપોરે ગાંધીનગરના સેક્ટર 17 ખાતે ગાંધીનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

જિલ્લા અને શહેર કોંગ્રેસ કારોબારીની બેઠકમાં દેશની વર્તમાન ભારતીય જનતા પક્ષના સાશકોની માનસિકતા અને નીતિઓને કારણે સમગ્ર દેશ મોઘવારી, બેરોજગારી તથા ભૂખમરા જેવી માનવસર્જિત ત્રાસદીથી પીડાઈ રહ્યો છે. ગુજરાત તથા કેન્દ્રની કહેવાતી ડબલ એન્જિનની સરકાર સમગ્ર મામલે નિસફળ નીવડી છે, આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષ તથા તેના કાર્યકરો આમ જનતાને રાહત પહોચડવા કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. કારોબારીની આ બેઠકમાં ગાંધીનગર લોકસભા બેઠકના નિરીક્ષકો દીપક બાબરિયા , ડો.ચંદ્રિકા ચુડાસમા , જિલ્લા કોંગ્રેસના નિરીક્ષકો જીતુ પટેલ, ગાંધીનગર ઉત્તર ના ધારાસભ્ય ડો. સી.જે.ચાવડા., શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સદર બેઠકને સંબોધતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સરકારની તીખા શબ્દોમાં આલોચના કરી હતી. દીપક બાબરિયાએ સંગઠનને મજબૂત કરવા આહવાન કર્યું હતું. ડો. સી.જે.ચાવડાએ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવા બાબતે કહ્યું હતું કે એક બાજુ લોખડી પુરુષ અને બીજી બાજુ પાખંડી પુરુષની લડાઈ છે. જેમાં લોખંડી પુરુષનો ચોક્કસ વિજયશ્રી થશે તેમ જણાવ્યુ હતું.
કારોબારી બેઠકમાં ગાંધીનગર જિલ્લાના પ્રત્યેક બુથની મતદાર યાદીના પ્રત્યેક પેજ દીઠ પેજ પ્રભારીની નિમણૂક કરવા તથા જિલ્લા પંચાયતની પ્રત્યેક બેઠક ઉપર જિલ્લા પંચાયત મંડળની તથા તાલુકા પંચાયતની પ્રત્યેક બેઠક ઉપર તાલુકા પંચાયત મંડળની રચના કરવા અંગેના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
