ગુજરાતમાં બ્રાઉન અને ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજ ખોલવા અંગે મળી બેઠક

Posted By:
Subscribe to Oneindia News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના અંતરિયાળ-દુર્ગમ વિસ્તારોમાં તબીબી સેવાઓ વિસ્તારવા નવી બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજો શરૂ કરવા નેમ વ્યકત કરી છે. રાજ્ય સરકારની નવી હેલ્થ પોલિસી અંતર્ગત આવી બ્રાઉન ફિલ્ડ તેમજ ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજીસ સ્થાપવા અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજાઇ હતી.જેમાં આરોગ્ય રાજ્યમંત્રી શંકરભાઇ ચૌધરી, રાજ્યના ખ્યાતનામ નિષ્ણાત તબીબો, કોર્પોરેટ હોસ્પિટલો, ચેરિટેબલ ટ્રસ્ટો તથા ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રી સંચાલકો સહિત વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.

vijay rupani

રાજ્યની નવી હેલ્થ પોલિસી-2016ને રાજ્યના તબીબો, તબીબી શિક્ષણ જગત તથા કોર્પોરેટ-ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ સંચાલકો વગેરેનો વ્યાપક આવકાર-પ્રતિસાદ મળી રહ્યો છે તે અંગે પણ આ બેઠકમાં ફળદાયી ચર્ચા-વિચારણા થઇ હતી.મુખ્યમંત્રીએ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં તબીબી સારવારની વધુ સારી સગવડો ઊભી કરીને ગરીબ-વંચિત- પીડિત-શોષિતોને ઓછા ખર્ચે શ્રેષ્ઠ સારવાર મળે તેમજ મેડીકલની બેઠકમાં વધારો થાય તેવા ઉદ્દેશો સાથે આ હેલ્થ પોલિસીનીયોજનાઓનો લાભ લેવા આહવાન કર્યુ હતું.

વિજયભાઇ રૂપાણીએ પ્રજાજનોને સસ્તાભાવે દવાઓ ઉપલબ્ધ કરાવવા સરકારી હોસ્પિટલોમાં શરૂ થયેલા જનરીક સ્ટોર્સ પોતાની હોસ્પિટલમાં પણ પહેલરૂપે શરૂ કરવા કોર્પોરેટ હોસ્પિટલો, ચેરિટેબલ ટ્રસ્ટ વગેરેને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીના આ અનુરોધનો પ્રતિસાદ આપતાં ઇન્ડીયન મેડીકલ એસોસિયેશનના પ્રમુખ ડૉ.યોગેન્દ્ર મોદીએ રાજ્યના તમામ તબીબો દર્દીઓ માટે જનરીક દવાઓ પ્રિસ્ક્રાઇબ કરશે તેવો સુઝાવ વ્યકત કર્યો હતો.

નોંધનીય છે કે રાજ્યના જે અંતરિયાળ-દુર્ગમ ક્ષેત્રોમાં બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજ શરૂ થવાની છે તેમાં અમરેલી, દાહોદ, ભરૂચ, પાલનપુર અને તાપી-વ્યારામાં વિવિધ ટ્રસ્ટ અને ફાર્માસ્યુટિકલ કંપની સંચાલકો, સહકારી ડેરી સંચાલકોએ સહયોગની તત્પરતા દર્શાવી હતી.

English summary
Gandhinagar: Health policy 2016 meeting with CM Vijay Rupani. Read here more on this news.
Please Wait while comments are loading...