Gandhinagar Lok Sabha Election Results 2024 LIVE Gujarati: ગાંધીનગર સીટ લાઇવ રિઝલ્ટ, અમિત શાહ વર્સિસ સોનલ પટેલ
Gandhinagar Lok Sabha Election Results 2024 LIVE Gujarati: લોકસભા ચૂંટણી લાઇવ પરિણામ આજે જાહેર થવા જઇ રહ્યાં છે ત્યારે ગાંધીનગરના રિઝલ્ટ આ આર્ટિકલમાં આપવામાં આવશે. ગાંધીનગરમાં કોણ કેટલા મતથી જીત્યું? અમિત શાહને કેટલા મત મળ્યા અને કોંગ્રેસના ઉમેદવારને ગાંધીનગરમાં કેટલા મત મળ્યા? વગેરે લાઇવ માહિતી અહીં ઉપલબ્ધ છે.

ગાંધીનગર લોકસભા સીટની વાત કરીએ તો આ લોકસભા સીટથી ચૂંટાઈને અટલ બિહારી વાજપેયી અને એલકે અડવાણી સંસદગૃહ પહોંચ્યા હતા. અત્યારે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડતા હોય આ સીટ અતિ મહત્વની બની જાય છે.
ગાંધીનગર લોકસભા સીટની ઐતિહાસિક સફર પર નજર ફેરવીએ તો ગાંધીનગર લોકસભા સીટ 1967માં અસ્તિત્વમાં આવી હતી. કોંગ્રેસ માત્ર ચાર વખત જ ગાંધીનગર જીતી શકી છે જ્યારે ભાજપ સતત છેલ્લી 10 ટર્મથી ગાંધીનગર પર કબ્જો જમાવવામાં સફળ થઇ રહ્યું છે.
ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં જે સાત વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય તેમાં ગાંધીનગર ઉત્તર, કાલોલ, વાડુ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતીનો સમાવેશ થાય છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં કૂલ 21,82,736 મતદારો નોંધાયેલા છે જેમાંથી 59.80 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ગાંધીનગરથી આ વખતે ભાજપના અમિત શાહ જ્યારે કોંગ્રેસના સોનલ પટેલની કિસ્મતનો ફેસલો થવાનો છે. ત્યારે ગાંધીનગર સીટના લાઇવ પરિણામ મેળવવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે.
લાઇવ અપડેટ
7:37 AM - અમિત શાહ દિલ્હીથી મેળવશે મતગણતરીના રિઝલ્ટની માહિતી. 8 વાગ્યે મતગણતરી શરૂ થશે.
8:31 AM - ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ મોટા માર્જિનથી આગળ ચાલી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
8:54 AM - ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર, ભાજપના ઉમેદવાર અમિત શાહ 80 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે.
9:11 AM - ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર, ભાજપના ઉમેદવાર અમિત શાહે 1 લાખ મતની લીડ મેળવી લીધી છે.
9:59 AM - ગાંધીનગરથી અમિત શાહ 2 લાખની લીડથી આગળ ચાલી રહ્યા છે.
11:23 AM - ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યકર્તાઓ એકઠા થયા, મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત.
11:38 AM - ગાંધીનગર લોકસભા બેઠક પર 12 રાઉન્ડ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને 6.5 લાખ મત મળ્યા. કોંગ્રેસના સોનલ પટેલને 1.5 લાખ જેટલા મત મળ્યા.
12:10 PM - ગાંધીનગર બેઠક પર અમિત શાહ 6 લાખથી વધુની લીડથી આગળ ચાલી રહ્યા છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
