For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરમાં અષાઢસ્ય પ્રથમ દિવસે સંસ્કૃતોત્સવ કાર્યક્રમ યોજાશે

|
Google Oneindia Gujarati News

gandhinagar-town-hall
ગાંધીનગર, 5 જુલાઇ : ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત ભાષાના ત્રણ પંડિતોનું સન્માન, સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને યુવા ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે. અકાદમી દ્વારા આગામી 9 જુલાઇ, 2013ના રોજ સાંજે 6.30 કલાકે ગાંધીનગરના ટાઉનહોલ ખાતે યોજાનારા આષાઢસ્ય પ્રથમ દિવસે સંસ્કૃતોત્સવમાં વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત ભાષાના ત્રણ પંડિતોનું સન્માન કરાશે.

જેમાં ભાવનગરના યજુર્વેદ પારંગત શ્રી જયંતિલાલ વ્રજલાલ શુકલ, સામવેદના પ્રખર અભ્યાસુ વડોદરાના પિનાકી પ્રસાદ ઉમાશંકર ઓઝા અને અમદાવાદના શુકલ યજુર્વેદના પારંગત વાસુદેવ વિષ્ણુ પ્રસાદ પાઠકની પસંદગી કરવામાં આવી છે.

વર્ષ 2012 - 13ના આ સન્માનમાં પ્રત્યેકને રૂપિયા 50,000 હજાર રોકડા, શાલ અને સન્માનપત્ર અર્પણ કરાશે. આ ઉપરાંત અકાદમી દ્વારા વર્ષ 2013 માટે અમદાવાદના ર્ડા. વિજય દેવશંકર પંડયાને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાશે.

આ પુરસ્કારમાં રૂપિયા એક લાખ રોકડા, શાલ અને સન્માનપત્ર આપવામાં આવે છે. આ જ રીતે ગાંધીનગરના સંસ્કૃતજ્ઞ સુરેશકુમાર ત્ર્યંબકલાલ વ્યાસને વર્ષ 2012 માટે યુવા ગૌરવ પુરસ્કાર અંતર્ગત રૂપિયા 50,000 રોકડા, સાલ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવશે.

આ તમામ સંસ્કૃત સાહિત્યરત્નોનું રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી રમણલાલ વોરાના હસ્તે સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ વેમ્પટિ કુટુમ્બશાસ્ત્રી તથા અખિલ ભારતીય સંઘટન મંત્રી, નવી દિલ્હીના દિનેશ કામત અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ ભાગ્યેશ જહા મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેશે.

આ સન્માન કાર્યક્રમ બાદ રાસ-ગરબા અને નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે તેમ અકાદમીના મહામાત્રની યાદીમાં જણાવાયું છે.

English summary
Gandhinagar sanskriti utsav program will be held on July 9
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X