ગાંધીનગરમાં શિક્ષકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું

Subscribe to Oneindia News

ગાંધીનગરમાં સેક્ટર 26 માં આવેલા મયંક ક્લાસીસના સંચાલક મયંક પટેલે વિદ્યાર્થીની પર તેની મરજી વિરુદ્ધ ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ પીડિતની માતા ને થતા તેમણે મયંક દાયભાઇ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ બુધવાર સાંજે 5 વાગે પીઆઇ જતીન પ્રજાપતિએ મયંક પટેલની ધરપકડ કરી લીધી હતી.

rape

નોંધનીય છે કે, શિક્ષક મયંક પટેલ સેક્ટર 28ની આરાધના સ્કૂલના કેમ્પસમાં આવેલી એક્ઝોટીકા સ્કૂલમાં કેમેસ્ટ્રી વિષયના શિક્ષક છે અને તેઓ સેક્ટર 26 ના કિસાનનગરમાં મયંક ક્લાસીસ ચલાવતા હતા. મયંક પટેલે વિદ્યાર્થીનીને ગુજકેટની તૈયારી માટે પોતાના ક્લાસીસ ઉપર આવવા કહ્યુ હતું. વિદ્યાર્થીની જેવી ક્લાસીસમા ગઈ કે મયંકે દરવાજો બંધ કરીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત મોબાઇલમાં અશ્લીલ ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. વિદ્યાર્થીની શિક્ષકથી કંટાળીને ઘરે ગળે ફાંસો ખાવા જઈ રહી હતી, ત્યારે અવાજ થઇ જતા માતા જાગી ગઈ હતી અને આવું પગલુ કેમ ભરવુ પડ્યુ તે અંગે પુછતા સમગ્ર વાતની જાણ માતાને થઈ હતી.

English summary
gandhinagar: teacher rapped a student for three years.Read more details..

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.