For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

17.21 કરોડના ખર્ચે ગાંધીનગર ટાઉનહોલનું નવીનીકરણ થશે!

ગાંધીનગરની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે જ સરકારે ગાંધીનગરને લઈને એક મોટી જાહેરાત કરી છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે જ સરકારે ગાંધીનગરને લઈને એક મોટી જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, ગાંધીનગર સ્થિત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સેક્ટર ૧૭ ખાતે આવેલા ટાઉનહોલનું નવીનીકરણ કરવામાં આવશે. આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે ૧૭.૨૧ કરોડનો ખર્ચે કરાશે. આ કામગીરી આગામી છ મહિનામાં પુર્ણ કરવામાં આવશે.

town hall

ટાઉનહોલ ગાંધીનગર ખાતે નવીનીકરણ કામગીરીનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રારંભ કરાવ્યો હતો અને જણાવ્યું હતું કે, ગાંધીનગરની સામાજીક, શૈક્ષણિક અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ હાથ ધરતી સંસ્થાઓ દ્વારા યોજાતા કાર્યક્રમોમાં સગવડતા વધે એ માટે ટાઉનહોલનું રીનોવેશન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ટાઉનહોલનું નિર્માણ ૧૯૮૩ કરાયું હતું. ૩૮ વર્ષ જુનો થતા તેમા તેમાં સાઉન્ડ સીસ્ટમ, એ.સી., ઇલેકટ્રીક કામ, સાઉન્ડપુફ અને સ્ટ્રકચર ડિફેકટ, બેઠક વ્યવસ્થાના વપરાશમાં ખુબ જ તકલીફ પડતી હોવાના કારણે ટાઉનહોલના નવીની કરણની જરૂરીયાત ઉભી થતાં હવે નવીનીકરણની કામગીરી હાથ ધરાશે.

નીતિન પટેલે વધુમાં ઉમેર્યુ હતું કે, ટાઉનહોલના નવીનીકરણમાં હાલ ૧૧૦૦ બેઠકોની વ્યવસ્થા હતી તેને જગ્યાની મુશ્કેલી જોતા ૧૦૩૦ કરાશે. આ ઉપરાંત ગ્રીન રૂમનું નવીનીકરણ, નવીન ટોઇલેટની સુવિધા, નવો વીઆઇપી સ્યુટરૂમ અને લીફટની સુવિધા, જનરલ તથા વીઆઇપી અલગ-અલગ પ્રવેશ દ્વાર અને પાર્કીંગની અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ઉપરાંત આધુનીક ફાયર સીસ્ટમ સ્થાપિત કરાશે. હોલમાં નવી સાઉન્ડ પ્રુફ સીસ્ટમ, છતના ભાગે નવી ડેકોરેટીવ ફોલ્સ સીલીંગ સાથે સાથે સ્ટેજનું પણ નવીનીકરણ કરવામાં આવશે. પ્રવેશદ્વાર પર બે શીલ્પ અને ૨ ટીકીટ કાઉન્ટર, વેઇટીંગ લોન્જનું નવીનીકરણ, પ્રવેશદ્વારમાં પ્રદર્શન માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

English summary
Gandhinagar town hall will be renovated at a cost of 17.21 crore!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X