For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં સામૂહિક બળાત્કારઃ કોંગ્રેસ પોલીસને બંગડીઓ આપી

|
Google Oneindia Gujarati News

રાજકોટ, 21 નવેમ્બરઃ રાજકોટના મોરબી રોડ પર ગુલિયો અને તેની ગેંગે આંતક મચાવી, એક યુવતીનું અપહરણ કર્યા બાદ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ રાજકોટ સહિત સમગ્ર પથંકમાં ખળભળાટ મચી ગયો હતો અને રોષે ભભૂક્યો હતો. બીજી તરફ કોંગ્રેસી મહિલાઓ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર પર બંગડીઓ ફેંકીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ બનાવની વિગત કંઇક એવી છે કે, રૈયાધાર ખાતે રહેતી અને વણિક યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર દલિત યુવતી પોતાના દિયર સાથે બજારમાં ખરીદી કરવા માટે ગઇ હતી. યુવતી ખરીદી કરીને પરત ફરી રહી હતી ત્યારે કુખ્યાત ગુલમહમદ ગફાર કટારિય ઉર્ફે ગુલિયો અને તેની ગેંગેની નજર યુવતી પડી હતી. બાઇક પર યુવતીનો પીછો કરીને મારી નાખવાની ધમકી આપી યુવતી બળજબરીપુર્વક બાઇક પર બેસાડી દીધી હતી. બાદમાં એક અવવારુ સ્થળે લઇ જઇને તેના પર ગુલિયો અને તેની ગેંગે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ દારૂની મહેફિલ માણી હતી.

rape
ચારેય શખ્સો દારૂ ઢીંચવામાં વ્યસ્ત રહેતા યુવતી ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહી હતી. ઘટના પ્રકાશમાં આવતા પોલીસ ઘટના સ્થળો દોડી ગઇ હતી. જ્યાંથી કોંડમ, ગાદલુ અને યુવતીનું મંગળસુત્ર પોલીસને મળ્યું હતું. જેને કબજે કરી એફએસએલમાં મોકવવાની તજવીજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી.

મોરબી રોડ પર ધમાલ મચાવી આતંક મચાવનાર ગેંગે બેખૌફ રીતે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાનો કિસ્સો બહાર આવતા લોકોમાં રોષ ભભૂકી ઊઠયો હતો. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી કાશ્મીરાબેન નથવાણી સહિતના આગેવાનોએ એ ડિવીઝન પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ તંત્રની નિષ્ક્રિયતાના કારણે બનેલી ચકચારી ઘટનાને વખોડીને કોંગ્રેસના આગેવાનોએ અધિકારીઓને બંગડી આપી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

English summary
gang rape in rajkot congress protest against police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X