વાવ વિધાનસભા પર ગેનીબેન ઠાકોરની વાપસી મુશ્કેલ!
ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે, ચૂંટણીમાં ફતેહ કરવા ઉમેદવારો થનગની રહ્યા છે. જો, વાત કરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની તો, આ બેઠક હાઇ પ્રોફાઇલ બેઠક માનવામાં આવે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે, ચૂંટણીમાં ફતેહ કરવા ઉમેદવારો થનગની રહ્યા છે. જો, વાત કરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની તો, આ બેઠક હાઇ પ્રોફાઇલ બેઠક માનવામાં આવે છે. બનાસકાંઠાના રણ વિસ્તારને અડીને આવેલી આ બેઠક પરથી પૂર્વ મંત્રી શંકર ચૌધરી પ્રતિનિધિત્વ કર્યુ હતું અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે પરાજ્ય સ્વિકાર્યો હતો.

વાવ વિસ્તાર રણને અડીને આવેલો વિસ્તાર છે. આ વિધાનસભામાં મુખ્યત્વે વાવ તાલુકો, ભાભર તાલુકો અને સુઈગામ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. જ્યાં, જ્ઞાતિ સમિકરણ પ્રમાણે ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ છે. જ્યારે, દલિત મતદારો નિર્ણાયક મતદારો તરીકે મોટું ફેક્ટર છે. આ ઉપરાંત માઇનોરિટી અને ઇત્તર મતદારો મોટા પ્રમાણમાં છે.
ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને પરાજ્યનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના નેતૃત્વથી ઠાકોર, દલિત અને ઇત્તર સમાજમાં નારાજગી છે. ઉટપટાંગ નિવેદનોથી મીડિયા લાઇમલાઇટમાં રહેતાં ગેનીબેન ઠાકોર ધારાસભ્ય તરીકે લોકોને કોઇ ખાસ મદદ કરી શક્યા નથી. 2017 પહેલાં વાવ વિધાનસભા વિસ્તારનો જે વિકાસ થયો તેની સામે છેલ્લાં પાંચ વર્ષમાં કોઇ વિકાસના નિર્ણાયક કામો થયાં નથી. આ કારણે, સ્થાનિક મતદારોમાં ભારે નારાજગી છે.
ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના પાયાના કાર્યકરોને તોડી પોતાના જૂથને મજબુત કરવાનું અને જૂના કાર્યકરોની અવગણના કરતાં ગ્રામ્ય સ્તરે તમામ સમાજના મતદારોમાં નારાજગી છે. વાવ વિધાનસભા બેઠક નું રાજકીય ગણિત ભાજપથી વિમુખ હોવા છતાં વર્તમાન ધારાસભ્યની નારાજગીના કારણે કોંગ્રેસ માટે જો ગેનીબેન ઠાકોરને પુનઃ ટીકિટ આપવામાં આવે તો વાવ વિધાનસભામાં કોંગ્રેસની જીતની શક્યતા નહિવત જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
