પાટણમાં આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ સેવા અને સુશાસન કાર્યક્રમ યોજાયો

પાટણમાં આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ સેવા અને સુશાસન કાર્યક્રમ યોજાયો

પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં કન્વેન્શન હોલ ખાતે ગરીબ કલ્યાણ અને સુશાસન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિવિધ યોજનાનાં લાભાર્થીઓ સાથે સંવાદ કરીને તેમને મળેલાં લાભો જાણવાનો પ્રયત્ન કર્યો હતો.જેમાં કેન્દ્ર સરકારની 13 ફ્લેગશીપ યોજનાઓના એક હજારથી વધું લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. લાભાર્થીઓની સાથે આરોગ્યમંત્રીએ સીધો સંવાદ કર્યો હતો. પ્રત્યેક લાભાર્થીએ પોતાને મળેલા અનેક લાભો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

patan

કાર્યક્રમમાં લાભાર્થીઓની સાથે સંવાદ કરતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર હંમેશા ગરીબ, જરૂરિયાતમંદ અને છેવાડાનાં લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે અને તેમને જરુરી એવી તમામ સુવિધાઓ જેમ કે પાણી, વીજળી, આવાસ, શૌચાલય, ગેસ જેવી પાયાની જરૂરિયાતો પુરી પાડે છે. દરેક તાલુકામાં ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવાની સરકારની હવે વિચારણા કરી રહી છે. આરોગ્ય મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, જલજીવન મિશન, પી.એમ. સન્માન નિધિ, પોષણ અભિયાન સહિતની યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી તેમણે મેળવેલા યોજનાકીય લાભો અંગે માહિતી મેળવી હતી.

આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતા પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, મહામંત્રી ભાવેશ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, સંગઠનના શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી સહિતના પદાધિકારીઓ હોદ્દેદારો તથા જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકી, નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, મદદનીશ કલેકટર સચિન કુમાર, સહિત જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X