ગૌરક્ષકોએ ગૌવંશને બચાવી કારને ચાપી આગ, એક શખ્સની ધરપકડ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

વેરાવળ-જુનાગઢ હાઇવે રોડ ઉપર ડારી ટોલબુથ નજીક આજે સવારે કતલખાને લઇ જવાના ઇરાદાથી ક્રુરતાપૂર્વક ઇન્ડીગો મોટરકારમાં બાંઘેલ આઠ ગૌવંશને ગૌરક્ષકોએ છોડાવી એક ખાટકીને ઝડપી લઇ પોલીસને સોપેલ જયારે બે ખાટકીઓ નાસી છુટેલ હોવાથી રોષે ભરાયેલા લોકોના ટોળાએ ઇન્ડીગો મોટરકારને આંગ ચાંપી દેતા ઘડીભર હાઇવે રોડ ઉપર દોડઘામ મચી ગયેલ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રીગેડનો સ્ટાફ સ્થળ ઉપર દોડી જઇ આગને કાબુમાં લીઘેલ જયારે પોલીસે ગુન્હો નોંઘી નાસી છુટેલ બે ખાટકીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

junagadh

આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે સાડા નવ વાગ્યા આસપાસ કેશોદ થી વેરાવળ તરફ આવી રહેલ ઇન્ડીગો મોટરકાર નં. જી.જે. 24 એ. 23પપ ડારી ટોલબુથ પસાર થયેલ ત્યારે નજીકમાં જ મોટરકાર બંઘ પડી જતા મોટરકારમાં સવારે બે યુવાનો ઘકકો મારી રહેલ તે દરમ્યાન મોટરકારનો દરવાજો ખુલી જતા તેમાંથી એક વાછરડુ બહાર નિકળી ગયેલ ત્યારે ત્યાં હાજર એક ગૌરક્ષકોનું ઘ્યાન જતા તેને અન્ય સાથીને બોલાવી મોટરકારમાં તપાસ કરાતા તેમાં દોરડા વડે પાછલી સીટ અને ડેકીમાં ક્રુરતાપૂર્વક બાંઘેલ આઠ વાછરડા-વાછરડીઓ મળી આવતા તમામ ગૌવંશને મુકત કરાવેલ હતા.

ગૌરક્ષકોને જોઇ જતા મોટરકાર ચાલક સહિતના ત્રણેય શખ્સો મોટરકાર મુકી નાસી છુટવા દોટ લગાવેલ ત્યારે ત્યાં હાજર અન્ય યુવાનોએ પીછો કરતા અફઝલ સતાર પંજા નામનો શખ્સ પકડાઇ ગયેલ જયારે બાકીના બે શખ્સો નાસી છુટવામાં સફળ થયેલ હતા. જો કે, યુવાનોના ટોળાએ પકડયેલ ખાટકી શખ્સને મેથીપાક આપી પોલીસને સોપેલ હતો. આ બનાવથી રોષે ભરાયેલ યુવાનોના ટોળાએ ઇન્ડીગો મોટરકારને આગ ચાંપી રોષ ઠાલવ્યો હતો અને આ આગ અંગે જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ બંબા સાથે દોડી જઇ આગને કાબુમાં લીઘેલ હતી.

આ બનાવને લઇ સ્થળ પર દોડી આવેલ પોલીસ સ્ટાફે યુવાનોને સમજાવટ કરી રોષ ઠારેલ હતો ત્યારબાદ પોલીસે પકડાયેલ ખાટકી અફઝલ સતાર પંજા ની પુછપરછ કરતા તેની સાથે રહેલ વેરાવળનો રફીક પટણી અને કોડીનારનો યાસીન ફકીર હોવાનું અને તેઓ કતલના ઇરાદે કેશોદથી આઠ ગૌવંશને વેરાવળ લઇ જતા હોવાનું જણાવતા પોલીસે ત્રણેય ખાટકીઓ સામે પશુ પ્રત્યે ઘાતકીપણાની વિવિઘ કલમો હેઠળ ગુન્હો નોંઘી વઘુ તપાસ પી.એસ.આઇ. મંઘરાએ હાથ ઘરી છે. વેરાવળ નજીક ડારી ટોલનાકા પાસેથી ક્રુરતાપૂર્વક ઇન્ડીગો મોટરકારમાં બાંઘેલ આઠ ગૌવંશને ગૌરક્ષકોએ છોડાવી એક અફઝલ સતાર પંજા ને ઝડપી મોટરકારને આગ ચાંપેલ તે તસ્વીરમાં નજરે પડે છે

English summary
Gauvrakshak fires car, one man arrested

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.