ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડની બેઠક: ધોલેરા SIR સ્માર્ટ સિટી બનશે

મંગળવારે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ/૧ ના તાપી સભાકક્ષમાં મળેલી આ બેઠકમાં GIDBના અધ્યક્ષ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ SIRના વિકાસ આયોજનમાં સ્થાનિક જનસમૂદાયો ખેડૂતો અને સામાન્ય માનવીના આર્થિક-સામાજિક જીવન ધોરણમાં ગૂણાત્મક પરિવર્તનને કેન્દ્રસ્થાને રાખવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. SIRના વિકાસથી ભવિષ્યમાં સામાન્ય માનવીને ઉપલબ્ધ થનારા અવસરો અને તકો અંગે સમજ આપવાના કાઉન્સેલિંગ અને ક્ષમતા-નિર્માણ અને કૌશલ્ય વર્ધનની તાલીમની તકો પૂરી પાડીને તેઓ આ અવસરોનો કઇ રીતે લાભ લઇ શકે તે માટે સુસજ્જ કરવાના સૂચનો પણ તેમણે કર્યા હતા.
આ બેઠકમાં નાણાં મંત્રી નીતિનભાઇ પટેલ, મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ, ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલ, કૃષિ અને જળસંસાધન મંત્રી બાબુભાઇ બોખિરીયા, મુખ્ય સચિવ ડો. વરેશ સિન્હા અને વરિષ્ઠ સચિવોએ ભાગ લીધો હતો.
SIRના વિકાસની ભવિષ્યલક્ષી યોજનાઓ અને અવસરો માટેના સંસ્થાકિય માળખાની વ્યૂહરચના સાથે વિશેષ કરીને ધોલેરા SIR અને દહેજ PCPIRની અત્યાર સુધીની પ્રગતિની સમીક્ષા સાથે હવે પછીના રોડ-મેપ અંગે મંત્રીઓએ પ્રેરક સૂચનો કર્યા હતા.
ધોલેરા SIRને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા ઉપરાંત ધોલેરા SIR માટે આકાર લેનારા અન્ય આનુસંગિક આધુનિકત્તમ માળખાકીય વિકાસના પ્રોજેકટ-અમદાવાદથી ધોલેરા સુધીનો એક્ષપ્રેસ વે, વીજળી અને પાણીની સુવિધાઓ તથા SIRના આંતરિક માર્ગ વિકાસના નેટવર્કની પણ સમીક્ષા કરવામાં આવી હતી. દહેજ PCPIR જે દેશના સર્વોત્તમ રાસાયણીક અને પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ્સ રિજીયન તરીકે ઉદ્યોગક્ષેત્રે વિશ્વના ઉત્તમ વિકસી રહેલા ક્ષેત્રમાં ગણમાન્ય બન્યું છે તેની માળખાકીય સુવિધાઓ અને સુવિચારિત આયોજનની સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રીએ સામાન્ય માનવીના જીવનધોરણને કેન્દ્રસ્થાને રાખવાના દિશાદર્શક સૂચનો કર્યા હતા.
ધોલેરા SIR અને દહેજ PCPIRના ડેવલપમેન્ટ પ્લાન જાહેર કરી દેવામાં આવ્યા છે અને ટી.પી. સ્કીમ (નગર રચના યોજના)ની દરખાસ્તોને મંજૂરી આજે આપવામાં આવી હતી. ધોલેરા SIRનો વિકાસ માસ્ટર પ્લાન ૮૭૯.૩૩ ચો. કી. મી. આવરી લઇને કરવામાં આવી રહયો છે અને દહેજ PCPIR ૪પર ચો. કી.મી.માં વિકસી રહ્યો છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
