Viral Video : ગીર ગઢડાના જંગલમાં ગીરના સાવજના આંટાફેરા

ગીરના જંગલ જ્યારે સ્વાભાવિક રીતે જ વનરાજને જોવાની તક મળે તો તે લ્હાવો પ્રવાસી કે સ્થાનિક લોકો માટે અણમોલ બની જાય છે એક આવો જ વીડિયો વાઇરલ થયો છે.

ગીરનારના સિંહ જોવા દરેક સહેલાણી માટે એક અદબુત લ્હાવો હોય છે જેના માટે તેઓ દેવિયા પાર્કમાં ફી ચૂકવીને તેમજ લાંબા સમયનું વેઇટિંગ કરીને પણ સિંદ દર્શનની મજા માણે છે જોકે ગીરના જંગલ જ્યારે સ્વાભાવિક રીતે જ વનરાજને જોવાની તક મળે તો તે લ્હાવો પ્રવાસી કે સ્થાનિક લોકો માટે અણમોલ બની જાય છે એક આવો જ વીડિયો વાઇરલ થયો છે જે કોઈ સ્થાનિક વ્યક્તિએ જ લીધો છે. સ્થાનિક વ્યક્તિના જણાવ્યા મુજબ આ જે વીડિયો છે તે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના ફરેડા ગામની પાસે આવેલા જંગલનો છે આ જંગલમાં ટપકેશ્વર મહાદેવ આવેલા છે અને તે જંગલમાં અંતરિયાળ છે પરંતુ નવરાજીથી ઘેરાયું હોવાથી આ સ્થલે લોકો અવારનવાર દર્શન કરવા આવતા હોય છે. જ્યાં મહાદેવ મંદિર પર સિંહો ઘણી વારા આંટાફેરા કરતા હય છે.

lion

ત્યારે બે દિવસ પહેલાજ વહેલી સવારે કોઈ શ્રદ્ધાળું ટપકેશ્વર મહાદવે મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા ત્યારે મહાદેવના મંદિરના જે પગથિયા છે ત્યાં એક સિંહ ઉતરતો જોવા મળ્યો હતો જેને ત્યાં હાજર લોકોએ વીડિયોમાં કેદ કર્યો હતો. જોકે આ રીતે વનરાજને ટહેલતા જોઈને આસપાસના લોકોમાં ભય પણ ફેલાયો છે. જોકે એક વ્યક્તિ શાંતિથી વીડિયો ઉતારતો હતો તે તરફ વનરાજનું ધ્યાન ગયું પણ સિંહ પોતાની મસ્તીમાં ટેકરા પર ચઢીને ઝાડીમાં જતો રહ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જો આપણે સિંહને રંજાડીએ નહીં તો તે કોઈ કનડગત કરતા નથી. પરંતુ ઘણી વાર પ્રવાસીઓ તેની પત્થર ફેંકે કે કાંકરી ચાળો કરે ત્યારે સિંહ હુમલો કરે છે. ઉલ્લેખનીય છે કે ગીર ગઢડાના ફરેડા ગામના જંગલમા આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરે અનેક વખત સિંહોનો ભેટો શ્રધળુઓ સાથે થાય છે અને શ્રધળુઓ મહાદેવ ના દર્શન સાથે સાથે સિંહ દર્શનનો પણ લ્હાવો મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X