કેરીના રસિકો માટે આનંદના સમાચાર,આંબા પર ઝૂલે છે મ્હોર

આ વખતે સારી ઠંડી પડતા કેરીના પાકને લાભ થયો છે. ગીરમાં કેસર કેરીના આંબા પર ઝૂલે છે મબલખ મ્હોર, જે કેરી રસિકો માટે આનંદના સમાચાર છે.

ઉનાળો ગમે તેટલો આકરો હોય પરંતુ ગુજરાતીઓ માટે કેરીની સોડમ અને સ્વાદ આકરા ઉનાળાને સહેવા યોગ્ય બનાવી દે છે. કેરીના રસિયાઓ માટે આ સિઝન મજાની બની રહે તેવા સારા સમાચાર કેસર કેરીનો ગઢ ગણાતા ગીરમાંથી મળ્યા છે. આ વખેત સારા હવામાનને કારણે આંબા પર ભપૂર માત્રામાં મ્હોર બેઠા છે. અને કેટલાક આંબા પર તો નાની કેરી પણ દેખાવા લાગી છે. શિયાળો વિદાય લેવાના ભણકારા વાગે એટલે ગુજરાતીઓના મનમાં કેરીની મીઠાશ ઘોળાવા માંડે છે. કેરીના રસિયાઓ માટે આનંદના સમચારા છે કે આ વખેત સાનુકૂળ હવામાનને પગલે કેસર કેરીનો ગઢ ગણાતા ગીર પંથકમાં કેસર કેરીના આંબા પર ભરપૂર માત્રામાં મ્હોર બેઠાં છે.

gir

દરેક આંબા મ્હોરથી ઝૂમી રહેલા નજરે પડે છે મોટા ભાગના આંબા પર મગિયા એટલે કે નાની નાની કેરી પણ બેઠી છે. કેરી પકવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલના સમયમાં કેસર કેરી માટે બિલકુલ સાનુકૂળ વાતાવરણ હોવાથી મબલખ પાક આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. ગીરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બાગાયતી અધિકારી રણજિત સિંહ બારડે જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયથી ઠંડી વધતા કેસર કેરીના પાકને ફાયદો થશે. તેમજ હાલમાં આંબા પર કોઈ રોગ કે જીવાત જોવા મળી નથી.

Gujarat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X