અ'વાદ-મુંબઇ હાઇવે પર મળી યુવતીની નગ્ન લાશ

જોકે પોલીસ હજી સુધી યુવતીની ઓળખ છતી કરી શકી નથી. સ્થાનીય લોકોના જણાવ્યા અનુસાર સવારે વહેલા આ લાશ અમદાવાદ-મુંબઇ હાઇવે પર આવેલી એક જુની ઇમારત પાસે પડેલી મળી હતી. સ્થાનિક લોકોએ બાદમાં આ અંગેની જાણકારી પોલીસને આપી હતી.
યુવતીના માથાના ભાગમાં ગંભીર ઇજાના નિશાન છે. તેના મૃતદેહથી થોડેક અંતરે તેણીના કપડા ફાટેલી હાલતમાં મળ્યા હતા. પોલીસે તેણીનો મૃતદેહ કબજે લઇને તેને પોસ્ટમોર્ટમ માટે માંડવી હોસ્પિટલમાં મોકલી દીધો છે.
પોલીસેને આ યુવતી અંગે કોઇ માહિતી મળી નથી, તેમજ તેની હત્યા કયા કારણોસર કરવામાં આવી કે પછી તેની સાથે કોઇ દુષ્કર્મ કરવામાં આવ્યું કે શું તેની જાણકારી પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી ગયા બાદ જ માલૂમ પડશે.












Click it and Unblock the Notifications
