For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરમાં 8 સપ્ટેમ્બરથી ગ્લોબલ એગ્રી સમિટનો આરંભ થશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 6 સપ્ટેમ્બર : ગુજરાતની કૃષિને વિશ્વના નકશા પર મુકવા મહાત્‍મા મંદિર, ગાંધીનગર ખાતે 8મી સપ્‍ટેમ્‍બરથી ગ્‍લોબલ એગ્રી સમીટ કમ એક્‍ઝીબીશન યોજાઈ રહ્યું છે. કૃષિ ક્ષેત્રના પરંપરાગત ક્ષેત્રોની ઉત્‍પાદકતા આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ પહોંચાડવા માટે "Doing by Seeing" સિદ્ધાંત મુજબ રાજ્‍યના ખેડૂતોને ઘરઆંગણે રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાની કૃષિ ક્ષેત્રે થયેલી શોધો અને તકનીકો, નવી કૃષિ મશીનરીનું માર્ગદર્શન, બિયારણથી માંડીને બજાર સુધીની દેશી-વિદેશી ટેકનોલોજીની માહિતી એક જ સ્‍થળેથી મળી રહે તેવા હેતુસર આંતરરાષ્‍ટ્રીય કક્ષાનું આ કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

ગ્લોબલ એગ્રી સમિટનું ઉદધાટન 8મી સપ્ટેમ્બર, 2013ના રોજ કરવામાં આવશે. ત્યાર બાદ 9મીએ બપોરે 2થી 6 કલાક દરમિયાન અને તારીખ 10, 11 અને 12ના રોજ સવારે 10 થી સાંજે 6 કલાક સુધી પ્રદર્શન જાહેર જનતાને નિહાળવા અર્થે ખુલ્લું રહેશે.

દેશભરમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે સૌથી વિકસીત રાજ્‍ય છે ત્‍યારે ગુજરાતની કળષિને વૈશ્વિક નકશા પર મુકીને કળષિકારોને આવા પ્રદર્શનો દ્વારા ખેતી પહેલાંની અને ખેતી બાદની તમામ માહિતી એક જ સાથે એક જ સ્‍થળેથી મળી રહે તેવી ચિંતા સેવીને રાજ્‍ય સરકાર આ પ્રદર્શનનું આયોજન કરી રહી છે.

global-agri-summit-2013

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ એગ્રીકલ્‍ચરલ સમીટમાં એગ્રીટેક એક્‍ઝીબીશન પાર્ટનરને ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ અને ઈન્‍ડસ્‍ટ્રીઝ તથા ઈન્‍ડેક્ષ-બી પણ જોડાયેલ છે. આ પ્રદર્શનમાં ભારત અને વિદેશની 250 જેટલી એગ્રી કંપનીઓ એક જ સ્‍થળેથી ભાગ લેશે. 15000 સ્‍કેવર મીટરના વિસ્‍તારમાં ફેલાયેલા અને 3 ખાસ એક્‍ઝીબીશન હોલમાં યોજાનારા આ પ્રદર્શનની મુલાકાત અંદાજિત બે લાખથી પણ વધુ મુલાકાતીઓ લે તેવી શક્‍યતાઓ છે.

પરીણામે આ પ્રદર્શન એશિયાનું અગ્રણી એક્‍ઝીબીશન બની રહેશે. એગ્રી ટેક એશિયા-2013માં કૃષિ ક્ષેત્રના જુદા જુદા 25 જેટલાં સેક્‍ટરો આવરી લેવામાં આવ્‍યા છે. ખેતી પહેલાં સિંચાઈ અને ટેકનોલોજી, ગ્રીનહાઉસ પ્‍લાસ્‍ટીકલ્‍ચર, કળષિ ઉદ્યોગ, ડેરી ટેકનોલોજી લાઈવ સ્‍ટોક ફેબ્રીકેશન, પશુપાલન, ખાતર, સરકારી એસોસીએશન, બિયારણ કંપની કોઈર પ્રોડક્‍ટ, એગ્રો કેમિકલ્‍સ, ટ્રેક્‍ટર અને તેના પાર્ટસ ઉત્‍પાદકો, ફુટ ટેકનોલોજી, ટાયર, પેકેજિંગ, પમ્‍પસ, પરંપરાગત ઉર્જા વાયર ટેકનોલોજી, કૃષિ મેગેઝીન-અખબારો અને વેબ પોર્ટલ ક્ષેત્રની ટોચની કંપનીઓ ભાગ લેશે.

એગ્રીટેક એશિયા - 2013માં પશુપાલન અને ડેરી ફાર્મ ઉદ્યોગ અંગે ખેડૂતોને જાણકારી મળે તે હેતુથી ખાસ સેક્‍શન ઉભું કરવામા આવ્‍યું છે. ખેડૂતો પોતાની જાતે જ મોર્ડન ડેરી ફાર્મ તબેલો ઉભો કરી શકે. વધુ કમાણી કરી શકે, રોજગારીનું નવું સાધન ઉભું થાય તેની માહિતી ઉપરાંત વધુ પાક ઓછી જમીનમાં કેવી રીતે લેવાય, પાક ઉગ્‍યા બાદ તેનો બગાડ કેવી રીતે ઓછો થાય તેની આધુનિક ટેકનોલોજી સાથેની જાણકારી ખેડૂતોને મળી રહેશે.

એગ્રીટેક એશિયા દ્વારા અગાઉ મુંબઈ અને ગાંધીનગરમાં યોજાયેલાં પ્રદર્શનોને ભારે સફળતા પ્રાપ્ત થઈ છે. ચાર દિવસીય આ સમગ્ર કાર્યને પાર પાડવા ગુજરાત કોલ્‍ડ સ્‍ટોરેજ એસોસીએશન, નેશનલ સીડ એસોસીએશન ઓફ ઈન્‍ડિયા, ઈરીગેશન એસોસીએશન ઓફ ઈન્‍ડિયા, ગુજરાત એગ્રીકલ્‍ચરલ મશીનરી મેન્‍યુફેક્‍ચર્સ એસોસીએશન, નેશનલ એસોસીએશન ઓફ વેલ્‍ફેર ઓફ એનીમલ અને રીસર્ચ કલેફાર્માનો સહયોગ મળ્યો છે.

English summary
Global Agri Summit in Gandhinagar from 8th Septmber
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X