ભારતીય સેનાના GOC લેફ્ટનન્ટ જનરલ અજય કુમાર સિંહની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શિષ્ટાચાર મુલાકાત
ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ લેફ્ટનન્ટ જનરલ અજય કુમાર સિંહે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શિષ્ટાચાર મુલાકાત લીધી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ દેશની સુરક્ષા અને આંતરિક સલામતીમાં ભારતીય સેનાના યોગદાનની સરાહના કરી હતી.

અતિવિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત અજય કુમાર સિંહે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના કૃષિ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે યોગદાન માટે અહોભાવ વ્યક્ત કર્યો હતો.
12 કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ, વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત લેફ્ટનન્ટ જનરલ રાકેશ કપૂર અને 11 રેપિડ (એચ) ના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ શમશેર સિંહ પણ આ મુલાકાતમાં સાથે રહ્યા હતા.












Click it and Unblock the Notifications
