બાળકો સામે જ પિતાએ કરી માંની હત્યા, લોહીલુહાણ થયું ઘર

Subscribe to Oneindia News

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સામલી બેટીયા ગામે સામાન્ય ઝગડામાં પતિએ કરી પત્નીની હત્યા કરી નાંખી. પતિએ લોખંડની પાઈપથી પત્નીના માથામાં અનેક વાર પ્રહારો કરી ફરાર થઇ ગયો છે. મોડી રાત્રે પતિ-પત્ની વચ્ચે ઝગડો થતા પતિ અરવિંદે મકવાણાએ પોતાની પત્ની ગીતા પર પાઈપ વડે હુમલો કરી મોતના ઘાટ ઉતારી દીધી હતી. જોકે ઘટના સંદર્ભે પોલીસ જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. વધુમાં પોલીસે ફરાર પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

death

ઉલ્લેખનીય છે કે અરવિંદ ભાઇ અને ગીતાબેનના લગ્નને 20 વર્ષ થયા છે. અને તેમને 6 સંતાનો પણ છે. આસપાસના લોકોના જણાવ્યા મુજબ બન્ને વચ્ચે સામાન્ય પતિ પત્નીની જેમ જ ક્યારેક ઝગડા થતા હતા. પણ આ છેલ્લા ઝગડામાં આવેશમાં આવી પતિ અરવિંદ ભાઇએ બાળકોની હાજરીમાં જ માતા ગીતા મેનના માથામાં પર સળિયાથી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. અને પછી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારે બાળકોએ પોતાની નજરોની સામે માતાની આ ક્રૂર મોત જોઇ હતી. અને આખું ઘર લોહીલૂહાણ થયું હતું. ક્ષણિક ગુસ્સાએ હાલ તો 6 બાળકોને માતા અને પિતા બન્ને વિહોણા કરી દીધા છે. ત્યારે પોલીસે અરવિંદ ભાઇને પકડવાના સુત્રો હાલ ગતિમાન કર્યા છે.

death
English summary
Godhra: Father killed his wife in front of his kids. Read here more.
Please Wait while comments are loading...