ખેડૂતો માટે સારા સમાચાર, સરદાર સરોવર ડેમની સપાટી 136 મીટરને પાર, 10 દરવાજા ખોલાયા
ગુજરાતના ખેડૂતો માટે સરદાર સરોવર ડેમથી એક સારા સમાચાર આવ્યા છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમની સપાટી 136 મીટરને પાર પહોંચી ગઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની સારી આવક થઈ રહી છે.
છેલ્લા સમાચારો અનુસાર, સરદાર સરોવર ડેમની સપાટી 136.11 મીટર સુધી પહોંચી ગઈ છે. પાણીની આવક સતત ચાલુ હોવાથી ડેમના 10 દરવાજા ખોલી દેવાયા છે.

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં હતા ત્યારે હવે આ સમાચારા છે. હાલ ઉપરવાસમાં વરસાદને કારણે ઈન્દિરાસાગર ડેમમાં પાણીની ભારે આવક થઈ રહી છે. આ આવકને બેલેન્સ કરવા ઈન્દિરાસાગર ડેમના 12 દરવાજા ખોલી દેવાયા છે.
જણાવી દઈએ કે, સરદાર સરોવર ડેમ તેની ફૂલ સપાટી 138.68 મીટર 2020માં ભરાયો હતો. સરદાર સરોવર ડેમમાં પાણીની આવત જોતા આ વર્ષે ડેમ ફરીથી તેની ફૂલ સપાટીએ ભરાઈ શકે છે. જો આમ થાય તો ગુજરાત માટે આવતા ચોમાસા સુધી પીવાના અને પિયતના પાણીની કોઈ સમસ્યાઓ નહીં રહે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, હાલ હવામાન વિભાગે ગુજરાત સહિતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સ્થિતીમાં હજુ પણ ડેમમાં પાણીની આવક ચાલુ રહેશે.












Click it and Unblock the Notifications
