મુલ્યવર્ધન કરતા ખેડૂતો માટે સારા સમાચાર, યુનિટ સ્થાપવ સરકાર 2 લાખની સહાય કરશે
ગુજરાતમાં ખેડૂતોને પોતાના માલની પુરી કિંમત મળી રહે તે માટે સરકાર દ્વારા ઘણા પગલા ભરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં ગુજરાત સરકારે મુલ્યવર્ધન કરતા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે.
રાજ્યમાં બાગાયતી ખેતી વધે અને ખેડૂતોને પુરા ભાવ મળે તે માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. બાગાયતી પાકોમાં કાપણી પછી થતા બગાડને અટકાવવાની યોજનાને મંજૂરી અપાઈ છે.

રાજ્ય સરકારે આ યોજનાઓ માટે માળખાકીય સુવિધાઓ ઉભી કરવા 40 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ યોજનાઓથી શોર્ટીંગ, ગ્રેડીંગ, પેકીંગ અને પાકનું મૂલ્યવર્ધન કર ખેડૂતોને મોટો લાભ થશે.
રાજ્ય સરકાર આ યોજના અંતર્ગત ખેડૂતોને યુનિટ ઉભુ કરવા માટે 1.5 લાખ અને મશીનરી વસાવવા માટે 50 હજાર રૂપિયાની સહાય આપશે. આ યોજના અંતર્ગત 150 ચોમીમાં બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા મહત્તમ 10 લાખની મર્યાદામાં સહાય આપશે. આ સહાય ખેડૂતોને સીધી ખાતામાં મળશે.












Click it and Unblock the Notifications
