મેડિકલ વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર! GMERS કોલેજની ફીમાં કરાયો 80 ટકાનો ઘટાડો
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં 16 જુલાઈ, 2024 મંગળવારના રોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓ માટે હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુ વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યની 13 GMERS કોલેજની 2100 બેઠકોમાં તાજેતરમાં નક્કી કરવામાં આવેલી ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

આ અનુસાર ગવર્નમેન્ટ ક્વોટામાં માં પ્રવર્તમાન રૂપિયા 5.50 લાખ ફીને ઘટાડીને રૂપિયા 3.75 લાખ એટલે કે અંદાજીત 80 ટકા અને મેનેજમેન્ટ ક્વોટામાં રૂપિયા 17 લાખ ફી માંથી ઘટાડો કરીને રૂપિયા 12 લાખ એટલે કે અંદાજીત 62.5 ટકાનો ઘટાડો વિદ્યાર્થીઓના હિતમા કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પ્રવર્તમાન ફીનું માળખું મેડિકલ શૈક્ષણિક વર્ષ 2024-25થી જ લાગુ પડશે.












Click it and Unblock the Notifications
