ગુજરાત સરકાર ભ્રષ્ટાચારને મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવશેઃ વિજય રૂપાણી

રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ કાર્યપ્રણાલી વિકસાવવાની પ્રયાસ કર્યો છે. રાજ્ય સરકાર ભ્રષ્ટાચારને દૂર કરવા અને ભ્રષ્ટાચાર નાથવા દ્રઢ નિશ્ચયી હોવાનો દાવો પણ વ્યક્ત કર્યો છે.

રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ કાર્યપ્રણાલી વિકસાવવાની પ્રયાસ કર્યો છે. રાજ્ય સરકાર ભ્રષ્ટાચારને દૂર કરવા અને ભ્રષ્ટાચાર નાથવા દ્રઢ નિશ્ચયી હોવાનો દાવો પણ વ્યક્ત કર્યો છે. પોલીસ તંત્રમાં એન્ટિ કરપ્શન બ્યુરોને વધુ મજબૂત અને સશક્ત બનાવવામાં આવ્યું છે. એટલે જ રોજ કોઇને કોઇ સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાય છે. એસીબીને ટેક્નોલોજીથી સુસજ્જ બનાવાતા સરકાર પાસેથી જે મંજૂરી લેવાની થાય છે, તે ઓનલાઇન કરવામાં આવી છે.

જમીનની અરજીઓનો ઓનલાઇન નિકાલ થશે

જમીનની અરજીઓનો ઓનલાઇન નિકાલ થશે

રાજ્યમાં સરકારની ભ્રષ્ટાચાર વિરોધી નીતિના કારણે ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકાશે. તેના ભાગરૂપે જ બાંધકામની મંજૂરી પણ ઓનલાઇન કરી અરજદારને ચોવીસ કલાકમાં જ મંજૂરી આપી દેવામાં આવે છે. વડોદરા ખાતે યોજાયેલી ચિંતન શિબિરની ફળશ્રુતિ વર્ણવતા તેમણે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર કેવી રીતે વધુ પ્રજાભિમુખ બની રહે તેનું ચિંતન શિબિરમાં મંથન કરવામાં આવ્યું હતું. અધિકારીઓને પ્રજા વચ્ચે જઈને તેમના પ્રતિભાવો મેળવવાનું કહેવામાં આવ્યું છે. જમીનને બીન ખેતી કરવાનની કે બીન ખેતીની જમીન મંજૂરીને લગતાં કેસ કે પડતર અરજીઓનો ઓનલાઇન ધોરણે ઝડપી નિકાલ કરવાની કવાયત સરકારે હાથ ધરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે જણાવ્યું હતું કે, સરકાર વિકાસમાં પારદર્શિતા સ્થાપિત કરવા પ્રયત્નશીલ છે.

શાળા સંચાલકો સામે સરકાર કરશે લાલ આંખ ?

શાળા સંચાલકો સામે સરકાર કરશે લાલ આંખ ?

રાજ્યમાં ભ્રષ્ટાચારનો વ્યાપ સમગ્ર સ્તરે વ્યાપેલો છે. પરંતું, ગુજરાત રાજ્યની શાળાઓમાં ફી નિયમન અંગેના કાયદાનો આજદિન સુધી અમલ થતો નથી. ખાનગી શાળાઓનો રાફડો ફાટી નિકળ્યો છે. ખાનગી શાળાઓમાં સંચાલકો મનમાની ફી પડાવી રહ્યા છે. સરકાર લાલ આંખ કરીને ફી નિયમન કાયદાનું પાલન કરાવવામાં કાચી પડી રહી છે. ત્યારે, મુખ્યમંત્રી વિજય રૂપાણી આ કેસ સુપ્રિમ કોર્ટમાં પડતર હોવાનો બચાવ કરીને પોતાની અને ભાજપ સરકારની જવાબદારીમાંથી ભાગવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. તો, બીજી તરફ રાજ્ય સરકાર તમામ વાલીઓને તેમણે ભરેલી ફીનું પુરેપુરૂ રિફન્ડ અપાવશે તેવા ખોટા બણગાં પણ ફૂંકે છે. જે સરકારની ભ્રષ્ટાચાર માટે સરકાર કેટલી ગંભીર હશે તે પણ દર્શાવે છે. એક તરફ રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ કાર્યપ્રણાલી વિકસાવી હોવાનું મુખ્યપ્રધાન જણાવે છે,

ખેડૂતોના પ્રશ્નો નિવારવા સરકાર ગંભીર

ખેડૂતોના પ્રશ્નો નિવારવા સરકાર ગંભીર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોના નામે રાજકીય વિરોધ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવતા ઉમેર્યું છે કે, ચૂંટણીઓ આવતા જ વિરોધીઓને ખેડૂતો યાદ આવે છે. પણ, ગુજરાતના ખેડૂતો આવા રાજકીય વિરોધથી ભરમાશે નહીં. ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્નશીલ રાજ્ય સરકારે રૂપિયા પાંચ હજાર કરોડની વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરી છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા વીના વ્યાજે ખેડૂતોને લોન આપવામાં આવે છે. રાજ્ય સરકાર ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા ગંભીરતાથી કામ કરી રહી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીન ખેતીની જમીન નિવારણ કરવા અને તેને ગંભીરતાથી ઉકેલવા સરકાર પ્રયત્ન કરી રહી છે. સરકારે જમીનમાં થતાં ભ્રષ્ટાચારને નિવારવા ઓનલાઇન પદ્ધતિ અપનાવી રહી હોવાનો પણ દાવો મુખ્યપ્રધાને કર્યો હતો.

ભ્રષ્ટાચાર દૂર કરવા એસીબીને છુટો દોર

ભ્રષ્ટાચાર દૂર કરવા એસીબીને છુટો દોર

રાજ્યમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું છે. માહિતી અધિકાર કાયદાનો અમલ પણ થતો નથી. ત્યારે, સરકારે એસીબીને લાંચિયા અધિકારીઓ સામે કડક હાથે કામ લેવાનો અને તેમને ઝડપી પાડવા સજ્જ કર્યાનો દાવો સરકાર કરે છે. ત્યારે, સરકારમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારને દુર કરવા કેવાં પગલાં સરકાર ભરશે તે પણ સવાલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X