ગુજરાત સરકારે 2762 પાણી સમિતીઓને રૂપિયા 27.5 કરોડનું અનુદાન આપ્યું
ગાંધીનગર, 4 ઓગસ્ટ : આજે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મહિલા પાણી સમિતીઓના સશકિતકરણના રાજ્યકક્ષાના સંમેલનનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાજ્યની 2762 પાણી સમિતીઓને રૂપિયા 27.5 કરોડની સ્વનિર્ભરતા અનુદાન રાશિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીએ ગ્રામકક્ષાએ પાણી વિતરણ વ્યવસ્થાપનમાં નારીશકિતની સક્રિય ભાગીદારી પ્રેરિત કરવા મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના અન્વયે 100 ટકા મહિલા સભ્યો ધરાવતી સમિતિઓને પ્રત્યેકને રૂપિયા એક લાખનું અનુદાન પણ આપ્યું હતું. અંતિરયાળ દુર્ગમ ગ્રામ્યય વિસ્તાનરોમાં શુધ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં મહિલા પાણી સમિતીઓના નિર્ણાયક યોગદાનની સરાહના કરી હતી.

આ કાર્યક્રમમાં આનંદીબહેન પટેલે જણાવ્યું કે 'આદિજાતિ - વનબંધુ ગ્રામ્ય વિસ્તારોમાં આંતરિક પાણી વિતરણ વ્યવસ્થાના સ્વજલ ધારા યોજનાના લોકફાળાની 10 ટકાની રકમ રાજ્ય સરકાર આપશે.'
મુખ્યમંત્રીએ સમગ્ર દેશમાં ગુજરાતની પાણી સમિતિઓ શ્રેષ્ઠ બની રહી છે તે અંગેની આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે રાજ્યમાં હાલ 74,114 મહિલાઓ વિવિધ ગામોની પાણી સમિતિ સાથે સંકળાયેલી છે. જ્યારે 2610 પાણી સમિતિમાં 50 ટકા મહિલા સભ્યોળ પ્રતિનિધિત્વે ધરાવે છે.
ગુજરાતમાં તારીખ 1થી 14 ઓગષ્ટ દરમિયાન ઉજવાઇ રહેલા મહિલા સશકિતકરણ પખવાડીયાની ભૂમિકા આપતાં મુખ્યીમંત્રીએ કહયું કે મહિલા પાણી સમિતિની બહેનોએ પોતાની ક્ષમતા સામર્થ્ય પૂરવાર કર્યા છે. હવે રાજ્યભરમાં મહિલાઓના સામર્થ્યોને પ્રોત્સાહિત કરતા અનેકવિધ અભિયાન આપણે ઉપાડયા છે. આ સંદર્ભમાં તેમણે મહિલાઓ પર થતાં અત્યાપચાર-દુર્વ્યાવહારના કિસ્સામાં ત્વણરિત મદદ સહાય માટે અભયમ હેલ્પ લાઇન 181અને 1091નો રાજ્યભરમાં વ્યાપ વિસ્તારવાની નેમ વ્યકત કરી હતી.












Click it and Unblock the Notifications
