જ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે હરિયાણા ખાતે રાજા નાહર સિંહની પ્રતિમાનું અનાવરણ કર્યુ

દેશના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના અમર શહીદ અને વલ્લભગઢના શાસક રાજા નાહર સિંહની પ્રતિમાનું આજે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વલ્લભગઢના દશેરા મેદાનમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ ભવ્ય સ્મારકના અનાવરણ પ્રસંગે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચૌધરી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચૌધરી ઓમ પ્રકાશ ચૌટાલા, મથુરાના સાંસદ હેમા માલિની, રાષ્ટ્રીય સચિવ ઓ.પી. ધનખડ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચૌધરી ઓમ પ્રકાશ ચૌટાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Acharya Devvrat

1857ની ક્રાંતિના પ્રણેતા અને મહાન જાટ શહીદ રાજા નાહર સિંહની પ્રતિમાના અનાવરણ સમારોહમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, રાજા નાહર સિંહ જેવા મહાન શહીદની જીવન ગાથા દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ, જેથી આવનારી પેઢીને ખબર પડે કે કેવી રીતે દેશના આ મહાન સપૂતોએ પોતાનું બલિદાન આપી દેશને આઝાદી અપાવી છે.

રાજા નાહર સિંહના ઈતિહાસ વિશે વિગતે વાત કરતાં તેમણે કહ્યું કે, નાની ઉંમરમાં ગાદી સંભાળનાર રાજા નાહર સિંહે અંગ્રેજોને લાંબા સમય સુધી દિલ્હી પર કબજો કરતા રોક્યા, તેનું પરિણામ એ આવ્યું કે અંગ્રેજોએ દિલ્હી પર નિયંત્રણ મેળવ્યા બાદ તેમને ટાઉન હોલ, ચાંદની ચોકમાં જાહેરમાં ફાંસી આપી.

રાજ્યપાલે કહ્યું કે, જો રાજા નાહર સિંહે ઇચ્છ્યું હોત તો તે સમયે અંગ્રેજો સાથે સમાધાન કરીને પોતાનો જીવ બચાવી શક્યા હોત, પરંતુ તેમણે નમવાને બદલે કપાવું વધુ યોગ્ય માન્યું. સમાજે આજે આ વાત સમજવી પડશે. તેમણે કહ્યું કે, માત્ર રાજા નાહર સિંહની જેમ જ ચૌધરી મહેન્દ્ર પ્રતાપ, રાજા સૂરજમલ સહિત સદીના આવા ઘણા મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમના કારણે આજે આપણે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ.

આ અવસરે મથુરાના સાંસદ હેમા માલિનીએ રાજા નાહર સિંહના બલિદાનને યાદ કરતાં કહ્યું કે, જાટ સમુદાય હંમેશા દેશની રક્ષા માટે અગ્રેસર રહ્યો છે, પછી તે પોલીસ હોય કે અન્ય અર્ધલશ્કરી દળો, જાટ સમુદાય અગ્રણી ભૂમિકામાં રહ્યો છે.

આ પ્રસંગે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યું કે, આખો દેશ રાજા નાહર સિંહના બલિદાનને યાદ કરે છે. તેમણે કહ્યું કે તેઓ સ્વતંત્રતા સેનાનીઓના પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને તેઓ જાણે છે કે દેશની રક્ષા માટે સ્વતંત્રતા સેનાનીઓએ કેવા બલિદાન આપવા પડ્યા હતા. તેમણે કહ્યું કે આપણે બધાએ રાજા નાહર સિંહ જેવા મહાન સપૂતોની જીવનકથાઓ જનસમુદાય સુધી પહોંચાડવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X