રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, સંશોધકો અને વિસ્તરકો સાથે રાજ્યપાલની સમીક્ષા બેઠક
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓને યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક કૃષિ કરીને તેમાં સંશોધનો કરીને તેના તારણો રજૂ કરવા અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતી એ વિશુદ્ધ વિજ્ઞાન છે, તેની સાચી સમજણ ખેડૂતો સુધી પહોંચશે તો વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ અને કૃષિ સંશોધન તથા વિસ્તરણ ક્ષેત્રે કામ કરતા તજજ્ઞો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે આગ્રહી છે.

ગુજરાતના ખેડૂતો પ્રગતિશીલ છે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિને તેઓ જલ્દીથી અપનાવી રહ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત આખા દેશ માટે 'મોડેલ રાજ્ય' બને એ દિશામાં સહિયારા પ્રયત્નો કરીએ.
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની આસપાસના વિસ્તારોમાં ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરમાં નિયમિત જઈને સાથોસાથ ત્યાં પણ સંશોધનો કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિ યુનિવર્સિટીઓને અનુરોધ કર્યો હતો. અત્યારે રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતી એક વિષય તરીકે ભણાવાય છે.
કૃષિ યુનિવર્સિટીઓએ પોતાની રીતે પ્રાકૃતિક ખેતીમાં અભ્યાસો પણ હાથ ભર્યા છે. આ કામગીરી વધુ સુયોગ્ય, વૈજ્ઞાનિક ઢબે અને અસરકારક રીતે થાય તે માટે તેમણે અનુરોધ કર્યો હતો.
હિમાચલ પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, ઉત્તર પ્રદેશ, આસામ, હરિયાણા, મેઘાલય અને છત્તીસગઢની રાજ્ય સરકારોના આમંત્રણથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ રાજ્યોમાં જઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની અનિવાર્યતા સમજાવી છે.
અન્ય રાજ્યો પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે, ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને મદદરૂપ થવા આગળ આવવું જોઈએ. પ્રાકૃતિક ખેતીમાં વિસ્તૃત સંશોધનો કરવા અને સંશોધન પેપરો લખીને સમાજ સમક્ષ મૂકવા તેમણે અનુરોધ કર્યો હતો.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
