રાજ્ય સરકારે પેટ્રોલ-ડિઝલ કર્યું સસ્તું, ચૂંટણી પહેલાની ભેટ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત સરકારે ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. નોંધનીય છે કે નાણાં મંત્રી અરુણ જેટલીના સૂચન બાદ રાજ્ય સરકારે રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલ પર વેટના ભાવમાં ઘટાડાની વાત કરી હતી. ત્યારે એક તરફ જ્યાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે લોકોને ખુશ કરવાનો કોઇ પણ મોકો રૂપાણી સરકાર જતો કરવા નથી ઇચ્છતી. આ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી છે. જે મુજબ હવે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં 2.92 અને ડિઝલના ભાવમાં 2.72 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

petrol price

આ સાથે જ રાજ્ય સરકારે રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલ પર લાગતો વેટ પણ ઓછો કર્યો છે. જેના કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઓછા થયા છે. ત્યારે પેટ્રોલ અને ડિઝલના આ નવા ભાવ ગુજરાતમાં આજ રાતથી લાગુ પડશે. જો કે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઓછા થતા લોકોએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. અને ચૂંટણી બાદ પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો ન આવે તેવી આશા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે એક તરફ રાજ્ય સરકારે વેટ અને પેટ્રોલ-ડિઝલના ભાવ ઓછા કરીને ચૂંટણી પહેલા લોકોને તો ખુશ કરી લીધા પણ તેના કારણે સરકારી ખજાની આવક ચોક્કસથી ઓછી થશે.

English summary
The Govt of Gujarat has decided to cut down 4% VAT on fuel prices. Price of petrol to come down by 2.93/Ltr & that of diesel by Rs 2.72/Ltr

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.