CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વીજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. નિષ્ણાંત
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વીજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. નિષ્ણાંતોની ધારણા છેકે ત્રીજી લહેર આવશેત્રીજી લહેર ને પહોંચી વળવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

રાજ્ય સરકારને ઓક્સિજનથી માંડીને હોસ્પિટલ સુધીની ચિંતા છે. સરકારે ત્રીજી લહેરને લઇ એક્શન પ્લાન જાહેર કર્યો છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, થર્ડ વેવ આવે જ નહીં તે માટે કામગીરી કરવામાં આવશે. જો થર્ડ વેવ આવે તો શું કરવું તે માટે જિલ્લા કક્ષાથી માંડીને રાજ્ય કક્ષા સુધીનો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. ફિડબેક ઇન્ટેલિજન્ટ યુનિટ બનાવવામાં આવશે.
ઉલ્લેખનિય છેકે ગુજરાતમાં રિકવરી રેટ 97 ટકા થયો છે. સેકન્ડ વેવને ધ્યાને રાખી થર્ડ વેવની તૈયારી કરી છે. જિલ્લા કક્ષાએ વ્યવસ્થાઓ કરવામાં આવશે. એક્સપર્ટોની ટીમ બનાવવામાં આવી છે. જિલ્લા કક્ષાએ પણ કલેક્ટર અને મ્યુનિ કમિશનર સાથે સમિક્ષા કરાઈ છે. વેક્સીનેશન વધારવામાં આવશે. લોકોનો સાથ સહકાર મળે તે જરૂરી છે. વાયરસમાં થતા ફેરફારનો સતત અભ્યાસ ચાલુ છે. ત્રીજા વેવ માટે એક અલગ યુનિટ બનાવશે જે કેસ વધારા બાબતે આગાહી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા ત્રીજા વેવમાં દરરોજ 25 હજાર કેસ આવે તો પણ પહોંચી શકાય તેવી તૈયારી કરવામાં આવી છે. બીજા વેવમાં દરરોજના 14,500 કેસ આવતા હતા તેના કારણે ડબલ કેસની તૈયારી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
