બટાટાના ભાવ રાજ્યના ખેડૂતોને સારા મળે તે માટે સરકાર યોગ્ય વિચારણા કરશે: ઋષિકેશ પટેલ

ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાટાના બમ્પર વાવેતરના પરિણામે ભાવ ઓછા રહેવાની સંભાવના સામે ખેડૂતોને નુક્સાન ન થાય તે અંગે રાજ્ય સરકાર વિચારણા કરશે

ગુજરાતમાં બટાટા પકવતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર વિચારણા કરશે‌ તેમ કેબિનેટ બેઠક બાદ મીડિયાને સબોધન કરતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

RUSHIKESH PATEL

ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાટાના બમ્પર વાવેતરના પરિણામે ભાવ ઓછા રહેવાની સંભાવના સામે ખેડૂતોને નુક્સાન ન થાય તે અંગે રાજ્ય સરકાર વિચારણા કરશે તેમ મંત્રી પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજયમાં બટાટા પકવતાં મુખ્ય જિલ્લાઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, આણંદ અને ખેડાનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં બટાટા પાકનું વાવેતર ઓક્ટોમ્બરથી ડિસેમ્બર માસ દરમ્યાન થાય છે જેમાં નવેમ્બર માસ મુખ્ય છે. બટાટાની બજારમાં આવક જાન્યુઆરી થી માર્ચ માસ સુધી ચાલુ રહેશે. જેમાંથી અંદાજીત જાન્યુઆરી માસમાં (૧૫% કચિયારૂ) બટાટાની આવક બજારમાં આવવા લાગે છે જ્યારે કુલ આવકના લગભગ ૭૫% આવક ફેબ્રુઆરી માસમાં અને માર્ચ માસમાં બાકી રહેતી ૧૦% આવક બજારમાં આવે છે તેમ મંત્રી પટેલે ઉમેર્યું હતું.

મંત્રી પટેલે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે,રાજ્યના કોલ્ડ સ્ટોરેજોની સંગ્રહ ક્ષમતા અંદાજે ૨૮.૫૬ લાખ મે.ટનની છે. જ્યારે બટાટાની હાલની પરિસ્થિતિ મુજબ બટાટા પાકનો છેલ્લા પાંચ વર્ષનો સરેરાશ વાવેતર વિસ્તાર ૧,૨૫,૦૦૦ હેકટર છે. ચાલુ વર્ષે જોતા અંદાજિત ૧,૩૧,૪૩૨ હેક્ટર બટાટા પાકનું બમ્પર વાવેતર થયું છે, જેમાંથી અંદાજિત ૪૦.૨૬ લાખ મે.ટન જેટલું ઉત્પાદન મળેલ છે. જે પૈકી ૨૭.૨૩ લાખ મેટ્રિક ટન બટાટા કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરાયા છે. લુ વર્ષે બટાટામાં વાવેતર વિસ્તાર વધતા અને હવામાન અનુકુળ રહેતાં ઉત્પાદનમાં વધારો થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X