સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર
GPSC Exam 2026: ગુજરાતમાં ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારી બનવાનું સપનું જોતા યુવાનો માટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ મોટી જાહેરાત કરી છે. વર્ષ 2026માં યોજાનારી વિવિધ 18 સંવર્ગની ભરતી પરીક્ષાઓની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષાઓ ફેબ્રુઆરીથી એપ્રિલ 2026 દરમિયાન યોજાશે.

ફેબ્રુઆરીથી એપ્રિલમાં યોજાશે પરીક્ષાઓ
GPSC દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ, વહીવટી અને ટેકનિકલ ક્ષેત્રના કુલ 18 અલગ-અલગ સંવર્ગો માટે પ્રાથમિક કસોટી (Preliminary Exam) નું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્ય સંવર્ગો જેની પરીક્ષા લેવાશે:
- મદદનીશ વહીવટી અધિકારી (Class-2)
- પશુચિકિત્સા અધિકારી અને દંત સર્જન
- મદદનીશ ઉદ્યોગ કમિશનર
- નાયબ માહિતી નિયામક
- ગુજરાત શિક્ષણ સેવા અને ગ્રંથપાલ નિયામક
- MIS મેનેજર (Class-1 & 2)
- મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી
26 એપ્રિલે લેવાશે મહત્ત્વની પરીક્ષા
આયોગના જણાવ્યા અનુસાર, જાહેરાત ક્રમાંક 28/2025-26 અને 44/2025-26 સિવાયની તમામ ભરતીઓ માટે સામાન્ય અભ્યાસ (General Studies) ની પ્રાથમિક કસોટી 26 એપ્રિલ 2026ના રોજ લેવામાં આવશે. જ્યારે ઉમેદવારોના સંબંધિત વિષયોની ટેકનિકલ કે સ્પેશિયલ વિષયની પરીક્ષાઓ અલગ-અલગ તારીખોએ યોજવામાં આવશે.
જાન્યુઆરીના અંત સુધીમાં આખું કેલેન્ડર આવશે
જીપીએસસીના ચેરમેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપતા જણાવ્યું હતું કે, આયોગ હાલ વિવિધ સરકારી વિભાગો સાથે પરામર્શ કરી રહ્યું છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ જાન્યુઆરી 2026ના અંત સુધીમાં વર્ષનું સંપૂર્ણ ભરતી કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે.
પ્રાથમિક પરીક્ષાની તારીખ અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.https://t.co/Me3TQBhHfV
— GPSC (@GPSC_OFFICIAL) January 8, 2026
ઉમેદવારો માટે સૂચના
પરીક્ષાના સમય, કેન્દ્ર અને અન્ય વિગતવાર સૂચનાઓ માટે ઉમેદવારોને GPSCની સત્તાવાર વેબસાઇટ gpsc.gujarat.gov.in પર નિયમિત નજર રાખવા માટે જણાવવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
