ધોરણ 10માં છોકરીઓએ બાજી મારી, ગુજરાતનું કુલ પરિણામ 60.64%
ધોરણ 10માં છોકરીઓએ બાજી મારી, ગુજરાતનું કુલ પરિણામ 60.64%
ગુજરાત એજ્યુકેશન બોર્ડે ધોરણ 10માનું પરિણામ જાહેર કરી દીધું છે. જેમાં વિદ્યાર્થિનીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છે. GSEB 10th Result 2020માં છોકરીઓનું કુલ પરણામ 66.02 ટકા આવ્યું છે જ્યારે છોકરાઓનું કુલ પરિણામ 56.53 ટકા આવ્યું છે. જણાવી દઈએ કે 2019માં પણ કન્યાઓનું પરિણામ છોકરાઓ કરતા વધું નોંધાયું હતું ત્યારે છોકરાઓનું પરિણામ 62.83 ટકા આવ્યું હતું જ્યારે કન્યાઓનું પરિણામ 72.64 ટકા નોંધાયું હતું.

ગુજરાતનું કુલ પરિણામ 60.64%
ઉલ્લેખનીય છે કે આ વખતે કુલ 7 લાખ 92 હજાર 942 ઉમેદવારોએ ધોરણ 10માની પરીક્ષા આપી હતી જેમાંથી 4 લાખ 80 હજાર 845 વિદ્યાર્થીઓ એટલે કે 60.64 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા જ્યારે 2 લાખ 12 હજાર 338 વિદ્યાર્થીઓ નપાસ થયા છે. બનાસકાંઠાનું સુપ્રેડા કેન્દ્ર 94.78 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર નોંધાયું જ્યારે દાહોદની રૂવાબારી 14.09 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું.

સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું
સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લાની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 74.66 ટકા પરિણામ આવ્યું છે છે જ્યારે દાહોદમાં સૌથી ઓછું 47.47 ટકા પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી કુલ 291 શાળાઓ છે જ્યારે 30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી કુલ 1839 શાળા અને 0 ટકા પરિણામ ધરાવતી કુલ 174 શાળા છે.

આવી રીતે પરિણામ ચેક કરો
- વિદ્યાર્થીઓ ગુજરાત એજ્યુકેશન બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જાઓ.
- અહીં હોમ પેજ પર દેખાઈ રહેલા GSEB SSC Result 2020 અથવા GSEB Class 10 Result 2020 પર ક્લક કરો.
- હવે તમારો રોલ નંબર વગેરે જેવી માહિતી ભરો અને સબમિટ બટન ક્લિક કરો, તમારું રિજલ્ટ તમને તરત દેખાશે.
- ગુજરાત એસએસસીના રિજલ્ટની તમે પ્રિન્ટ આઉટ અથવા સ્ક્રીનશૉટ પણ લઈ શકો છો.












Click it and Unblock the Notifications
