For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિજલ્ટઃ વિદ્યાર્થિનીઓએ બાજી મારી, છોકરાઓ કરતાં છોકરીઓનું પરિણામ ઉચું

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિજલ્ટઃ વિદ્યાર્થિનીઓએ બાજી મારી, છોકરાઓ કરતાં છોકરીઓનું પરિણામ ઉચું

|
Google Oneindia Gujarati News

શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 8 વાગ્યે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91% રહ્યું છે. આ વખતે પણ ધોરણ 12માં છોકરીઓએ બાજી મારી છે. છોકરાઓ કરતાં છોકરીઓનું પરિણામ 5 ટકા વધુ રહ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 86.91 ટકા રહ્યું છે.

students

કુલ 488 કેન્દ્રો પર 3,35,145 ઉમેદવારોએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાંથી 2,91,287 ઉમેદવારો પાસ થયા છે. કુલ 30014 ઉમેદવારો રિપિટર હતા, જેમાંથી 13,641 ઉમેદવારો પાસ થાય છે. રિપિટ ઉમેદવારોની પાસ થવાની ટકાવારી 45.45% રહી. જ્યારે ઉપસ્થિત ખાનગી નિયમિત ઉમેદવારોની સંખ્યા 20189 હતી જેમાંથી 48.92% એટલે કે 9877 ઉમેદવારો પાસ થયા.

ઉપસ્થિત ખાનગી રિપિટર વિદ્યાર્થીઓની સંખ્યા 22851 હતી જેમાંથી 48.92% એટલે કે 10700 ખાનગી પુનરાવર્તિત વિદ્યાર્થીઓ પાસ થયા છે. જો સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરીએ તો 100% પરિણામ સાથે સુબીર, છાપી, અલારસા ટૉપ પર રહ્યું છે જ્યારે ડભોઈ કેન્દ્ર 56.43% પરિણામ સાથે સૌથી ઓછું રિજલ્ટ મેળવનાર કેન્દ્ર રહ્યું.

સૌથી વધુ પરિણામ ડાંગ જિલ્લાનું (95.41%) નોંધાયું જ્યારે સૌથી ઓછું પરિમામ વડોદરા જિલ્લાનું નોંધાયું (76.49%). નિયમિત વિદ્યાર્થીઓમાં 84.67% પુરુષ ઉમેદવારો પાસ થયા છે જ્યારે 89.23% સ્ત્રી ઉમેદવારો પાસ થયાં છે. નોંધનીય છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 2544 કોપી કેસ પણ થયા હતા.

English summary
GSEB 12th Result: Girls candidates got higher result than boys
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X