For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ 10મા અને 12માં બોર્ડની પરીક્ષાઓ માર્ચમાં નહિ પરંતુ મે મહિનામાં યોજાશે

આ વખતની 10મા અને 12માની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માર્ચમાં નહિ પરંતુ મે મહિનામાં લેવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ કોરોના મહામારીના કારણે ગુજરાત સરકારે નક્કી કર્યુ છે કે આ વખતની 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ માર્ચમાં નહિ પરંતુ મે મહિનામાં લેવામાં આવશે. ત્યારબાદ 9મા અને 11મા ધોરણની પરીક્ષાઓ પણ જૂન મહિનામાં લેવામાં આવશે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ ઘોષણા કરી છે.

સરકારે પરીક્ષાઓનો સમય લંબાવ્યો

સરકારે પરીક્ષાઓનો સમય લંબાવ્યો

ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ કહ્યુ કે, 'ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(જીએસઈબી) તરફથી દર વર્ષે માર્ચમાં લેવાતી 10મા અને 12મા બોર્ડની પરીક્ષાઓ આગળ લંબાવવામાં આવી છે. હવે આ પરીક્ષાઓ માર્ચ મહિનાના બદલે મે 2021માં આયોજિત કરવામાં આવશે. ત્યારબાદ 9-11માં ધોરણની પરીક્ષાઓ કરાવવામાં આવશે.' તેમણે કહ્યુ કે કોરોના વાયરસના સંક્રમણના કારણે સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય અટકેલુ છે. તેને જોતા ગુજરાત શિક્ષણ બોર્ડે પાઠ્યક્રમમાં પણ 30% નો ઘટાડો કર્યો છે.

શિક્ષણમંત્રીએ વધુમાં કહ્યુ..

શિક્ષણમંત્રીએ વધુમાં કહ્યુ..

શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ કહ્યુ કે, 'અટકી ગયેલા અભ્યાસના કારણે હવે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પૂરતો સમય મળી શકે અને તે તણાવ વિના પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષાઓને આગળ લંબાવવામાં આવી છે. પહેલા 9-11ની પરીક્ષાઓ એપ્રિલ મહિનામાં થતી હતી પરંતુ હવે તેને જૂન 2021માં કરાવવામાં આવી શકે છે. આ ખાસ કરીને એટલા માટે થયુ છે જેથી વિદ્યાર્થીઓને પૂરતો સમય મળી શકે.'

આ વર્ષની પરીક્ષા તો બેરોકટોક થઈ

આ વર્ષની પરીક્ષા તો બેરોકટોક થઈ

તમને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડની 10મા અને 12માની વર્ષ 2020ની પરીક્ષાઓ, કોરોના લૉકડાઉન લાગુ થયા પહેલા જ થઈ ચૂકી હતી. જેનાથી પરીક્ષાના આયોજનમાં ગુજરાતમાં કોઈ મુશ્કેલી થઈ નહોતી. જો કે બાદમાં જ્યારે લૉકડાઉન થયુ તો બીઈ, બીફાર્મમાં એડમિશન માટે યોજાતી ગુજકેટ અને જેઈઈની પરીક્ષાઓ સ્થગિત કરવી પડી હતી.

5 વર્ષના બાળકે માને પ્રેમી સાથે જોઈ લેતા કરી હત્યા5 વર્ષના બાળકે માને પ્રેમી સાથે જોઈ લેતા કરી હત્યા

English summary
GSEB: Gujarat 10th 12th board examination will held on May instead of March.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X