For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GSEB SSC 10th Result 2022: ગુજરાત બોર્ડે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કર્યું, આવી રીતે ચકાશો

GSEB SSC 10th Result 2022: ગુજરાત બોર્ડે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કર્યું, આવી રીતે ચકાશો

|
Google Oneindia Gujarati News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, જીએસઈબીએ આજે 6 જૂન 2022ના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરી દીધું છે. વહેલી સવારે બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર પોતાનું પરિણામ ચેક કરી શકે છે.

result

આ પરીક્ષામાં કુલ 7, 81,702 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 7,72,771 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 5,03,726 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 65.18 ટકા જાહેર કરવામાં આવે છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થીઓ તરીકે 1,40,485 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 1,33,520 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 41,063 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 30.75 ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થીઓ તરીકે નોંધાયેલા કુલ 17944 પરીક્ષાર્થીઓ પૈસી15007 ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 2557 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 17.04 ટકા રહ્યું છે.

ધોરણ 10નું કુલ પરિણામ 65.18% નોંધાયું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર રૂપાવટી (94.80%) છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર રૂવાબરી મુવાડા દાહોદ (19.17%) છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત છે જ્યાં 75.64 ટકા પરિણામ આવ્યું છે જ્યારે સૌથી ઓછું પાટણ જિલ્લામાં 54.29 ટકા પરિણામ નોંધાયું છે.

શાળાઓ પ્રમાણે પરિણામ

  • 100 ટકા પરિણામ ધરાવતી કુલ 294 શાળાઓ છે.
  • 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી કુલ શાળાઓ 1007 છે.
  • 0 ટા પરિમામ ધરાવતી શાળાની સંખ્યા 121 છે.

આવી રીતે પરિમામ ચેક કરો

  • રિજલ્ટ ચેક કરવા માટે સૌથી પહેલાં બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાઓ.
  • જે બાદ અહીં આપેલ રિજલ્ટ લિંક પર ક્લિક કરો
  • અહીં તમારો સીટ નંબર દાખલ કરી Go બટન પર ક્લિક કરો.
  • આ પ્રોસેસ કર્યા બાદ તમારું રિજલ્ટ તમે જોઈ શકશો.
English summary
GSEB SSC 10th Result 2022: Gujarat Board announces standard 10 result, here is how to check
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X