ગુજરાતના મુસાફરો પર મોંઘવારીનો માર, ST બસના ભાડામાં વધારો

નવા વર્ષ 2026 ના આગમન પહેલા જ, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

એસટી નિગમે 1 જાન્યુઆરી, 2026 થી રાજ્યભરમાં બસ ભાડામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ ભાવવધારો મધ્યરાત્રિ 12 વાગ્યાથી અમલમાં આવશે.

આ નિર્ણય ગુજરાતની લાખો જનતા માટે નવા વર્ષ પર આર્થિક બોજ લઈને આવ્યો છે. હવે એસટી બસમાં મુસાફરી કરતા યાત્રીઓને તેમની ટિકિટ માટે વધુ રકમ ચૂકવવી પડશે. આ ભાવવધારો નવા વર્ષની શરૂઆત થતાં જ લાગુ પડતાં મુસાફરોને મોટો ઝટકો લાગ્યો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા માત્ર નવ મહિનાના ગાળામાં GSRTC દ્વારા આ બીજી વખત ભાડામાં વધારો કરાયો છે. આ પહેલા માર્ચ 2025 માં નિગમે બસ ભાડામાં 10 ટકાનો નોંધપાત્ર વધારો કર્યો હતો.

બે વખતના આ ભાવ વધારાથી સામાન્ય મુસાફરો પર આર્થિક ભારણ વધશે અને તેમની મુસાફરી વધુ મોંઘી બનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X