ગુજરાત: ગૌણ સેવા મંડળની ભરતીનું પેપર લીક થયુ હોવાનો યુવરાજ સિંહે કર્યો દાવો
ગુજરાત ગૌણ સેવા આયોગ દ્વારા હેડ ક્લાર્કની ભરતીની પરિક્ષા લેવામાં આવી હતી. આ પરિક્ષામાં 1 લાખ 45 હજાર લોકોએ પરિક્ષા આફી હતી. હવે આ મામલે વિવાદ પેદા થયો છે. યુવા નેતા યુવરાજ સિંહે દાવો કર્યો છેકે આ પરિક્ષાનું પેપર પરિક્ષાન
ગુજરાત ગૌણ સેવા આયોગ દ્વારા હેડ ક્લાર્કની ભરતીની પરિક્ષા લેવામાં આવી હતી. આ પરિક્ષામાં 1 લાખ 45 હજાર લોકોએ પરિક્ષા આપી હતી. હવે આ મામલે વિવાદ પેદા થયો છે. યુવા નેતા યુવરાજ સિંહે દાવો કર્યો છેકે આ પરિક્ષાનું પેપર પરિક્ષાના એક દિવસ પહેલા જ ફુટી ગયું હતુ. યુવરાજ સિંહે દાવો કર્યો હતો કે 10થી 12 લાખમાં પેપર વેચવામાં આવ્યું હતુ. આ પેપર હિંમતનગરના એક ફાર્મહાઉસ ખાતેથી લીક કરવામાં આવ્યુ હતુ.

યુવરાજ સિંહે દાવો કર્યો હતો કે ફાર્મહાઉસથી 16 જેટલા લોકોને પેપર અપાયુ હતુ જેમાં પોલીસકર્મીઓની પણ સંડોવણીનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનિય છેકે આ ભરતી 186 જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી હતી. હવે આ પેપર લીકના સમાચાર આવતા લોકોને પણ સરકાર પરથી ભરોશો ઉઠી ગયો છે. અવાર નવાર સરકારી ભરતીઓના પેપર લીક થતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
