GST reforms : ગુજરાતના ઉદ્યોગ જગતે મુખ્યમંત્રીનો આભાર માન્યો
GST reforms : કેન્દ્ર સરકાર દ્વારા GST માળખામાં કરવામાં આવેલા તાજેતરના સુધારાઓને ગુજરાતના ઉદ્યોગ સંગઠનોએ આવકાર્યા છે. આ સુધારાઓથી વેપાર-ધંધામાં સરળતા આવશે તેવું ઉદ્યોગકારોનું માનવું છે.
આ સંદર્ભે વિવિધ ઉદ્યોગ એસોસિએશનોના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતને મળીને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો.

ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આ નવા સુધારાઓ ઉદ્યોગોના વિકાસ માટે પ્રોત્સાહક છે. તેમણે આશા વ્યક્ત કરી કે નવા GST ફ્રેમવર્કથી રોજિંદા વેપારી કામકાજ સરળ બનશે અને લોજિસ્ટિક્સમાં સુગમતા આવશે, જેનાથી એક બિઝનેસ-ફ્રેન્ડલી વાતાવરણનું નિર્માણ થશે. આ સુધારાઓ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વેપાર-ધંધાની ગતિને વેગ આપશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો.
આભાર વ્યક્ત કરવા આવેલા પ્રતિનિધિમંડળમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઈસ સ્ટેક હોલ્ડર્સ, વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ગુજરાત અને અમદાવાદ એન્જિનીયરીંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના સભ્યો સામેલ હતા.












Click it and Unblock the Notifications
