વડનગર બન્યું ગિનીશ વર્લ્ડ રેકોર્ડનું સાક્ષી

Posted By:
Subscribe to Oneindia News

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વતન વડનગર ગુરૂવારે વધુ એક રેકોર્ડનો સાક્ષી બન્યું. વડનગરની સંગીત સામ્રાજ્ઞીની તાના અને રીરી નામની બહેનોની યાદમાં તાના-રીરી મહોત્સવના બીજા અને અંતિમ દિને શર્મિષ્ઠા તળાવના કિનારે 640 જેટલા સંગીત તજજ્ઞો દ્વારા એક સૂરાવલીમાં હાર્મોનિયમ વગાડવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે.

vadnagar record


તાના-રીરી મહોત્સવ-2016ના સમાપનના દિવસે વડનગર ખાતે આવેલા શર્મિષ્ઠા તળાવ ઉપર 640 જેટલા સંગીત તજજ્ઞોએ એકસાથે સતત પાંચ મિનિટ અને 54 સેકન્ડ સુધી રાષ્ટ્રગાન વંદે માતરમ અને રાષ્ટ્રગીત જન ગણ મનની ધૂન વગાડી હતી. જેની ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે નોંધ લઈ એવોર્ડ પણ અર્પણ કર્યો હતો. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ખાસ એવોર્ડના સાક્ષી બન્યા હતા. વધુમાં આ કાર્યક્રમમાં 15 જેટલા દિવ્યાંગ વાદકોનો પણ હાર્મોનિયમ વગાડીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

English summary
To make Guinness record: 640 artists played national anthem on harmonium at vadnagar.
Please Wait while comments are loading...