For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ભાજપ રાજનાથસિંહની ઉપસ્થિતિમાં 6 એપ્રિલે સંમેલન યોજશે

|
Google Oneindia Gujarati News

gujarat-bjp
ગાંધીનગર, 18 માર્ચ : ગાંધીનગર ખાતે રવિવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપની બેઠક યોજાઈ હતી. આ મહત્વની બેઠકમાં જાહેર કરવામાં આવ્યું હતું કે 6 એપ્રિલ, 2013ના રોજ ભાજપના સ્થાપનાદિને અમદાવાદમાં વિશાળ કાર્યકર્તા સંમેલન યોજવામાં આવશે. આ સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બધા જ કાર્યકર્તાઓને સંગઠનાત્મક જવાબદારી નિભાવવાની સાથે સાથે દરેક સ્તરે સંગઠનની યોગ્ય રચના અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ મુદ્દે આગામી 30 માર્ચ, 2013 સુધીમાં તમામ જિલ્લા અધ્યક્ષોની નિમણૂકો કરી દેવાશે અને તારીખ 26 અને 27મીએ હોળી ઉત્સવમાં તમામ પ્રાંતના લોકોને જોડવામાં આવશે. રવિવારે
પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી. ફળદુની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રદેશ ભાજપની બેઠકમાં સંગઠનની ચૂંટણી અને નિમણૂંકો અંગે પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.

બેઠકમાં નિર્ણય કરાયો હતો કે 6 એપ્રિલ,2013ના રોજ ભાજપના સ્થાપનાદિનના દિવસે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે કાર્યકર્તાઓનું મહાસંમેલન યોજવામાં આવશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહ હાજર રહેશે. રાજનાથસિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ તેમની આ પ્રથમ ગુજરાત મુલાકાત રહેશે. આ કાર્યક્રમમાં રાજનાથસિંહનું અભિવાદન તેમજ ભાજપના સ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમો હાથ ધરાશે.

આ પહેલા 26 અને 27મી માર્ચ, 2013ના રોજ હોળી-ધૂળેટીના દિવસે હોળી ઉત્સવ મનાવાશે. વિવિધ સ્થાનો પર ભાજપ હોળી ઉત્સવનો કાર્યક્રમ યોજશે. જેમાં વિવિધ પ્રાંતના લોકોને પણ જોડીને તેમની સાથે કાર્યકર્તાઓ હોળી મનાવશે. આજની બેઠકમાં સંગઠનની સંરચનાની કામગીરી સમયસર તથા યોગ્ય રીતે પૂર્ણ કરવા ભાર મુકવામાં આવ્યો હતો. જે મુજબ 20 માર્ચ, 2013 સુધીમાં દરેક મંડલના અધ્યક્ષોની નિમણૂંકનું કાર્ય પૂર્ણ કરવા તથા 30 માર્ચ, 2013 સુધીમાં તમામ જિલ્લાના અધ્યક્ષોની નિમણૂંકનું કાર્ય પૂર્ણ કરવા નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ ભાજપના પ્રદેશ સંગઠનના માળખાની કાર્યવાહી કરવામાં આવશે તેમ ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું.

English summary
Gujarat BJP held conference on 6th April in presence of Rajnath Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X