• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બજેટ આપી ‘‘નારી તું નારાયણી’’ સાકાર કર્યુ છે: વિજય રૂપાણી

|

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં મહિલા-નારીશકિતને વ્યાપક રોજગાર અવસર મળે તેવા ઉદાત્ત ભાવથી ખાસ મહિલા રોજગાર મેળા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં આ મહિલા રોજગાર મેળાની કાર્યયોજનાને આખરી ઓપ આપી અમદાવાદમાં તેનો પ્રારંભ કરાશે, ત્યાર બાદ અન્ય પ્રાદેશિક કક્ષાએ આવા ખાસ મહિલા રોજગાર મેળા યોજીને સ્થાનિક ઉદ્યોગોમાં નારીશકિતને રોજગાર આપવા રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે. મુખ્યમંત્રીએ અમદાવાદના સાણંદની જી.આઇ.ડી.સી.માં ૧૮.૩ર હેકટર વિસ્તારમાં પ્રથમ વુમન ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો લોકાર્પણ કર્યો હતો. આ પાર્કમાં ૧૦ર પ્લોટનું વિવિધ મહિલા ઉદ્યોગ સાહસિકોને વિતરણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, ગુજરાતમાં મહિલા સશકિતકરણના જે નવા આયામો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમ્યાન પ્રસ્થાપિત કર્યા છે તેને આપણે એજ ગતિએ આગળ વધાર્યા છે.તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આવા મહિલા ઔદ્યોગિક પાર્ક નારીશકિતના સામર્થ્યને ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્રે આધુનિકતા સાથે પદાર્પણ કરવાની તક પૂરી પાડે છે. મેન્યૂફેકચરીંગ ઉદ્યોગો, આઇ.ટી. અને હાઇટેક ઇજનેરી ઉદ્યોગો બહેનો સ્થાપે તે રાજ્યની વિકાસયાત્રાના નવા કિર્તિમાન પ્રસ્થાપિત કરે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ સાણંદના આ વુમન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ઉદ્યોગ શરૂ કરનારી નારીશકિત અન્ય પાંચહજાર જેટલી ગ્રામીણ બહેનો-માતાઓને રોજગારની તકો પૂરી પાડીને જોબ ગીવર પણ બનવાની છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે પ૬ હજાર કરોડ રૂપીયાની ફાળવણી મહિલા કલ્યાણ માટે કરીને ૬પ૩ જેટલી યોજનાઓ સાથેનું જેન્ડર બજેટ બનાવ્યું છે. રાજ્યની દિકરીઓના મેડીકલ અભ્યાસની સંપૂર્ણ ફી સરકાર આપે છે. ત્રણ લાખ બહેનોને સખીમંડળના માધ્યમથી પશુપાલન-દૂધ ઉત્પાદન વ્યવસાયના કારોબાર સોંપીને આર્થિક સક્ષમ બનાવી છે. રૂપાણીએ ગુજરાતમાં MSME સેકટરને પણ પ્રોત્સાહિત કરવાનો અભિગમ સ્પષ્ટ કરતાં ઉમેર્યુ કે ર૦૦ જેટલી GIDC એસ્ટેટ દ્વારા આવા નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપીએ છીએ. ૧ હજાર કરોડ ખાસ MSME સેકટર માટે ફાળવ્યા છે તેમજ મલ્ટિસ્ટોરીડ MSME શેડ અને પ્લગ એન્ડ પ્રોડયુસની આધુનિક સુવિધાઓ પણ આપી છે.

મુખ્યમંત્રીએ સાણંદ ઔદ્યોગિક વસાહતમાં ર૦પ૬ હેકટરમાં જે વિવિધ ઉદ્યોગો વિકસ્યા છે તે રાજ્યમાં કામદારો-ઉદ્યોગકારોના સૂમેળભર્યા સંબંધો, ઝીરો ડેઇસ લોક આઉટ અને શ્રમ શાંતિને પરિણામે વિકસ્યા છે તેમ જણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે રાજકીય સ્વાર્થ અને હિત ધરાવતા તત્વોની સાણંદને સિંગૂર બનાવવાની પેરવીને રાજ્યની જનતા જનાર્દને જાકારો આપ્યો છે. ગુજરાતના ઔદ્યોગિક અને સર્વગ્રાહી વિકાસમાં વિધ્નો નાખવાના કારસા કરનારાઓની કારી ફાવશે નહિ, તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે GIDCની ઓનલાઇન મોબાઇલ એપ્સનું લોન્ચીંગ પણ કર્યુ હતું. તેમણે ઔદ્યોગિક વસાહતોની પ્રક્રિયાઓમાં પારદર્શીતાનું આ નવું પ્રકરણ ઉમેરાયું છે તે માટે GIDCને અભિનંદન પાઠવ્યા હતા.

{promotion-urls}

English summary
Guj CM dedicated the first ever women industrial zone of the state ad measuring 18.32 hectare at Sanand GIDC estate near Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more