For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકાર તમામ ગામોને ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટીથી જોડશે

|
Google Oneindia Gujarati News

optical-fiber
ગાંધીનગર, 13 એપ્રિલ : ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના ટેલિકમ્યુનિકેશન વિભાગ અને ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ સાથે આજે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યાં છે. રાજયની તમામ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટિથી સાંકળી લેવા માટે ઓપ્ટિકલ ફાયબર આધારિત નેટવર્ક સ્થાપવા અને ગ્રામજનોને તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુસર કેન્દ્રિય કોમ્યુનિકેશન અને આઇટી મંત્રી કપિલ સિબ્બલની ઉપસ્થિતિમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયાં હતાં.

આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ગામડાઓને નેશનલ ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક હેઠળ આવરી લેવાશે. રાજય સરકાર વતી પંચાયત, ગ્રામિણ આવાસ અને ગ્રામ્ય વિકાસ વિભાગના ડેપ્યુટી
સેક્રેટરી એસ બી ચૌધરીએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં.

ઇ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ હેઠળ ગ્રામ પંચાયતોમાં કુલ 13, 685 ઇ-ગ્રામ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે અને વીએસએટી બ્રોડબેન્ડથી ઇ-ગ્રામ કેન્દ્રોને સજ્જ કરાશે. આનાથી ગ્રામજનો માટે ઇ-સેવાઓ ઉપલબ્ધ બનશે.

ઓપ્ટિકલ ફાયબર પ્રોજેક્ટ સ્થપાયા બાદ તમામ ગામડાઓ સંપૂર્ણપણે ઇ-ગામડાઓ બની જશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઇ-ગ્રામ, વિશ્વ ગ્રામ પ્રોજેક્ટ દ્વારા વર્ષ 2009માં એશિયાના સૌથી વિશાળ ગ્રામ્ય કનેક્ટિવિટિ નેટવર્ક રચવાની દિશામાં પહેલ કરી હતી. ઇ-સેવાઓ બાબતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચેના અંતરને દૂર કરવા અને 13, 685 ગ્રામ પંચાયતોમાં ઇ-સેવાઓ ઉપલબ્ધ કરાવવાના ગુજરાત સરકારના નિશ્યય અને પ્રતિબદ્ઘતાનું આ પરિણામ છે.

ગ્રામ્યજનોને માહિતી અને શિક્ષણ, સ્વાસ્થ્ય અને નાણાકીય સમાવેશીકરણ જેવી જાહેર સેવાઓ
ઉપલબ્ધ કરાવીને તેમને સશક્ત બનાવવા માટે રાજય સરકારે આ દિશામાં પહેલ કરી છે.

English summary
Gujarat government will connect all village panchayat with optical fiber
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X