ગુજરાત ગૌરવ દિન નિમિત્તે નવસારી ખાતે બાળ ફિલ્મોત્સતવનો પ્રારંભ

આ અવસરે નવસારી શહેર ભાજપ પ્રમુખ પ્રેમચંદ લાલવાણી, કરસનભાઇ ટીલવા, ઘનશ્યામભાઇ પટેલ, નાયબ કલેકટર બી.એચ.પાઠક, જિલ્લા શિક્ષણાધિકારી કે.જે.રાવલ પણ જોડાયા હતાં.
ધારાસભ્ય પિયુષ દેસાઇએ બાળકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આજથી શરૂ થયેલા બાળ ફિલ્મોત્સવમાં શહેરના મુખ્ય ચાર સિનેમા હોલમાં દરરોજ બાળકોને મનોરંજન ફિલ્મો વિનામૂલ્યે દર્શાવાશે. રાજયની સ્થાપના દિનની ઉજવણીમાં આ બાળ ફિલ્મોત્સવ થકી બાળકો પણ સામેલ થશે.
પ્રારંભમાં જહાંગીર ટોકીઝના યાશ્મીન બારીયાએ સ્વ.રોહિન બારીયાને શ્રધ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે, 63 વર્ષ જૂની જહાંગીર સિનેમામાં અનેક વખત રાજય સરકાર ઘ્વારા આવા બાળ ફિલ્મોના ઉત્સવ યોજવામાં આવે છે. એમાં રાજયના ગૌરવ દિન ઉજવણીમાં અમે પણ ભાગીદાર બન્યાનો વિશેષ આનંદ છે.
આજથી શરૂ થયેલા બાળ ફિલ્મોત્સવમાં શહેરની મુખ્ય ચાર સિનેમા, જહાંગીર, ગિરીરાજ, પ્રકાશ અને લક્ષ્મી ટોકીઝમાં શહેરના બાળકોને 22 એપ્રિલ, 2013 સુધી જુદી જુદી બાળકોને મનગમતી ફિલ્મો જોવાની મજા પડશે. જહાંગીર ટોકીઝ ખાતે શુક્રવારે આમિરખાનની 'તારે ઝમીં પે' ફિલ્મ દર્શવવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
